________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું ભગવાન મહાવીર પાસે સાધ્વી બનીશ. આર્યા ચંદનાની શિષ્યા બનીશ. મને આજ્ઞા આપો...” સુજ્યેષ્ઠાએ વિદાય લીધી. રાણીઓ, સખીઓ, નગરજનો વિલાપ કરતાં વીનવતાં હતાં. રાજ કુમારી, અમને છોડીને ન જાઓ.. ન જાઓ..'
પણ હું દૃઢનિશ્ચયી હતી. મેં શ્વેત વસ્ત્રો ધારણ કરી લીધાં. બધા અલંકારો ઉતારીને માતાની સામે મૂકી દીધા. હવે હું હતી બહારથી અને અંદરથી, નિશ્ચિત હવે મારા પગ પ્રભુ વીરની તરફ ઊપડવાના હતા. રથ તૈયાર હતો. બીજા રથમાં માતા અને પિતા પણ આરૂઢ થયાં હતાં. અમારે મગધમાં જ જવાનું હતું. ભગવાન મહાવીર વાણિજ્યગ્રામથી રાજગૃહી તરફ વિહાર કરી રહ્યા હતાં.
માર્ગમાં મને પિતાજીએ કહ્યું : “બેટી, તે વૈરાગ્યના વ્યાઘચર્મને આસન બનાવ્યું છે એ કેવળ તારા દુર્ભાગ્યને લીધે છે, એમ મને લાગે છે. તે છતાં ભગવાન મહાવીરનું શરણ તને શાંતિ અને સંયમ આપશે. તું મન પર સંયમ જાળવજે. જીવની જેમ સાધ્વીજીવનનું જતન કરજે.'
હું હવે શ્રેણિકને ચેલણાને...અને માતા-પિતા સહુને ભૂલવા માગતી હતી. રાગ-દ્વેષનાં દ્વન્દ્રોમાંથી મુક્ત થવા ઇચ્છતી હતી. સુજ્યેષ્ઠાએ ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી. આર્યા ચંદનાની શિષ્યા બની, મોક્ષમાર્ગની આરાધનામાં લીન બની.
હે ભગવંત, કર્મજાળની રસ્સીઓ ઘણી જ સખત છે, પણ એને તોડવાનો પ્રયત્ન કરવા આપના શરણે આવી છું. મારે મુક્તિ જોઈએ છે. એ જ મારી મોટામાં મોટી આકાંક્ષા છે પણ એની વાત કરતાં હું શરમાઉં છું!'
મને એક વાતની ખાતરી છે. અનંત સંપત્તિનો સમુદ્ર આપનામાં લહેરાઈ રહ્યો છે. તમે જ મારા સાચા સખા, મિત્ર અને સ્વજન છો.
હે નાથ, “મારી પરાજયકથા ઘણી મોટી છે. મારી શરમવાત અત્યંત ગુપ્ત અને હૃદયમાં પડેલા પથ્થર જેવી ભારે છે, છતાં જ્યારે હું મારા આત્મકલ્યાણની તમારી પાસે યાચના કરી રહી છું, ત્યારે મારા હૃદયમાં કોઈ અજ્ઞાત આનંદની ઝણઝણાટી આવી જાય છે.”
ભગવાન મહાવીરના ચરણે સુજ્યેષ્ઠાની આ આંતરપ્રાર્થના હતી, આંતરનિવેદન હતું
૧૧૮
સિલસા
For Private And Personal Use Only