________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પણ એક વાત નક્કી છે કે હવે હું બીજા કોઈની સાથે લગ્ન તો નહીં જ કરું.'
સેનાપતિ વીરાંગક નિરાશ-હતાશ વદને પાછો આવ્યો. મહારાજા ચેટક સિંહાસન પર ગંભીર છતાં ઉગ્ર મુદ્રામાં બેઠા હતા. વીરાંગકને જોતાં જ ચેટક બોલી ઊઠ્યા :
બેટી ચેલણાને લઈને આવ્યો?’
‘ના, મહારાજા...હું મોડો પડ્યો. રાજા શ્રેણિક ચેલણાને લઈને સુરંગમાં સહુથી આગળ નીકળી ગયા હતા. પાછળ એના બત્રીસ અંગરક્ષકો હતા. મેં છેલ્લા રથમાં રહેલા અંગરક્ષકને એક જ તીરથી વીંધી નાંખ્યો...એની સાથે બત્રીસે બત્રીસ અંગરક્ષકો ઢળી પડ્યા, અને મૃત્યુ પામ્યા.
આગળ વધવા માટે મારે એ ૩૨ ૨ોને બાજુ પર ખસેડતાં-ખસેડતાં આગળ વધવું પડ્યું. તેમાં ઘણો સમય ચાલ્યો ગયો ને શ્રેણિક મગધની સીમામાં પ્રવેશી ગયો. સીમા ઉપર મગધનું શસ્ત્રસજ્જ અશ્વસૈન્ય ઊભેલું જ હતું. એટલે હું પાછો વળી ગયો...'
એટલે શ્રેણિક ચેલણાને લઈ ગયો અને એના ૩૨ અંગરક્ષકો મરાયા...એમ ને?'
‘હા જી...'
સુજ્યેષ્ઠા મહારાજાની પાસે જ બેઠી હતી. તેણે કહ્યું : ‘પિતાજી, હવે હર્ષ શોક ન કરો, આમેય ચેલણાને પરણાવવાની તો હતી જ! એ એની ઇચ્છાથી શ્રેણિકને વરી છે...તો ભલે, એ મગધની મહારાણી બનશે, સુખી થશે...'
સુલસા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘તારી વાત સાચી છે બેટી, પણ મારી પુત્રીનું અપહરણ થાય, એ વાતનું મારા જેવા પરાક્રમી રાજા માટે શરમજનક તો છે જ. છતાં એના બત્રીસે બત્રીસ 'અંગરક્ષકો મોતને ભેટ્યા, એનો મને આનંદ છે...'
‘પિતાજી! કોઈના ય મૃત્યુ ઉપર રાજી થવું, એ સુજ્ઞ પુરુષને શોભતું નથી. ભલે શત્રુ હોય! એનાં પણ માતા-પિતા હશે...પત્ની હશે...પરિવાર હશે...એ બધાં કેટલા દુ:ખી થશે? પિતાજી, આ સંસારમાં વૈયિક સુખોની વાસના જ મનુષ્ય પાસે પાપ કરાવે છે. એટલે ભગવાન મહાવીર વિષયસુખોને વિષ જેવાં કહે છે ને! વિષે તો મનુષ્યને એકવાર મારે, વૈષિયક સુખ જનમોજનમ મારે છે...માટે હે પિતાજી, હવે મારે તો લગ્ન કરવાં જ નથી.
For Private And Personal Use Only
૧૧૭