________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લઈ આવું છું...” મહારાજા પોતાના રથમાં આરૂઢ થયા, ધનુષ્ય-બાણ લીધાં. ત્યાં જ સેનાપતિ “વીરાંગક” આવી લાગ્યો તેણે કહ્યું : “મહારાજા, આપને જવાની જરૂર નથી. હું જ જાઉં છું. રાજકુમારીને શત્રુ પાસેથી મુક્ત કરાવીને લઈ આવું છું.' મહારાજા ચેટકને વીરાંગક ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. એ વૈશાલીની અજોડ સેનાનો બાહોશ સેનાપતિ હતો. તેણે સુરંગ તરફ રથ હંકારી મૂક્યો.
સુજ્યેષ્ઠા!
આનંદના અણસારની, સુખના સુમનની, આશાના અનુગુંજનની અને પ્રેમના પરિતોષની સૌને તલાશ હોય છે, ઝંખના હોય છે, જરૂરિયાત હોય છે, પરંતુ જીવન એ કોઈ યંત્ર નથી કે હમેશાં સારા દિવસોની સોગાદ આપે. લાચાર બની ગયેલી સુજ્યેષ્ઠા વૈશાલીના રાજમહેલની દીવાલો પર માથું પટકી રહી હતી. પોતાની વાત એ કોઈને કરી શકે એમ ન હતી, અને હૃદયમાં શૂળની જેમ કોચતી હતી. વિધાતા કેવી નિષ્ઠુર છે?' અગ્નિના તણખાથી જેમ આગ ભભૂકી ઊઠે તેમ સુજ્યેષ્ઠાના મનમાં આગ ભભૂકી ઊઠી.
વીજળીના એક જ કડાકે વિશાળ વૃક્ષ પર નિશ્ચિતપણે જીવતી વેલ કેવી તુટી પડે છે? કર કર્મોએ મારી સ્થિતિ આવી જ કરી મૂકી. મનુષ્યના જીવનમાં વિધિની રમત એટલે ઉંદર સાથે ક્રૂર રીતે આદરેલી બિલ્લીની રમત.
દોષ શ્રેણિકનો નથી કે ચેલણાનો નથી. હું એમના પર દોષારોપણ નથી કરતી. દોષ મારાં જ પાપકર્મોનો છે. મારાં જ પાપકમોંએ મારી આશાઓઅરમાનો પર પાણી ફેરવી દીધું. ખેર, ભવિતવ્યતાને કોઈ મિથ્યા નથી કરી શકતું...” એમ ભગવાન મહાવીર કહે છે. હું પારમાર્થિક તત્ત્વોને જાણું છું. મારાથી રુદન ન કરાય કે રોષ પણ ન કરાય. પરંતુ હવે આ રાજમહેલના. વૈિભવી ભોગવિલાસમાં નિરંતર ઝૂર્યા કરવું. બળ્યાજળ્યા કરવું એના કરતાં સંયમજીવન શું ખોટું? વૈભવ માનવીને વિલાસી બનાવે છે. “સંપત્તિ, કીર્તિ. પ્રતિષ્ઠા વગેરેની સાથે માનવી એકવાર જુગાર ખેલી શકે, પરંતુ જિંદગી સાથે કદી જુગાર ખેલાય નહીં. આ માનવજીવનને વ્યર્થ ગુમાવી દેવાય નહીં...'
હું ચાર દિવસ રાહ જોઉં. સેનાપતિ શું કરીને આવે છે. ચેલણાને લઈને આવે છે કે ખાલી હાથે આવે છે? પછી હું મારા જીવન અંગે નિર્ણય કરીશ.
૧૧
સુલાસા
For Private And Personal Use Only