________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રમણ-શ્રમણીઓ સંતુષ્ટ બન્યા. દેવો-અસુરો અને રાજા-પ્રજા..સર્વે આનંદથી નાચવા લાગ્યાં. સુલતાએ પૂછ્યું : “ભગવંત પૂર્ણરૂપેણ નીરોગી થઈ ગયા?' હા દેવી, પ્રભુ પૂર્વવત્ સ્વસ્થ, ઉજ્વલ કાંતિવાળા અને પુષ્ટ થઈ ગયા છે.” સુલસાના મનમાં અનેક પ્રશ્નો ઊભા થઈ ગયા હતા. “પ્રશ્નોના ઉત્તર ક્યાંથી મેળવવા?” એ પણ મોટો પ્રશ્ન હતો. એનું મન પ્રભુ વીરની આસપાસ ભમી રહ્યું હતું.
ત્યાં સમાચાર મળ્યા કે “ગુણશીલ ચૈત્યમાં પ્રભુ વીરના કેટલાક શ્રમણો પધાર્યા છે.' સુલસાએ દાસીને મોકલી તપાસ કરાવી. વાત સાચી હતી. સુલસી દાસીને પોતાની સાથે લઈ ગુણશીલ ચૈત્યમાં પહોંચી. તેણે વિધિપૂર્વક શ્રમણોને વંદના કરી અને વિનયપૂર્વક યોગ્ય જગાએ બેઠી.
હે શ્રમણ શ્રેષ્ઠ, આપ ક્યાંથી પધાર્યા તે કહેશો?' “હે શ્રાવિકા, અમે શ્રાવતિથી આવીએ છીએ.” તો તો તમને પ્રભુ ઉપર ગોશાલકે કરેલા ઉપસર્ગની જાણ હશે?” હા, ત્યારે અમે ત્યાં જ હતા!' હે મુનિરાજ, શું એ સાચી વાત કે ગોશાલકે પહેલાં સર્વાનુભૂતિ મુનિને અને નક્ષત્ર મુનિને તેજલેશ્યાથી મારી નાંખ્યા?'
“હા દેવી, સાચી વાત છે. જ્યારે ગોશાલક આવવાનો છે, એવા સમાચાર મહાશ્રમણ આનંદે પ્રભુને કહ્યા હતા ત્યારે પ્રભુએ આનંદને કહ્યું હતું:
“હે આનંદ, તમે ઇન્દ્રભૂતિ ગૌતમાદિ શ્રમણ-નિગ્રંથોની પાસે જાઓ અને એમને કહો કે મખલિપુત્ર ગોશાલકે શ્રમણ-નિગ્રંથો સાથે અનાર્ય વ્યવહાર શરૂ કર્યો છે એ અહીં આવે છે તો એની સાથે કોઈએ એના મતનું ખંડન ન કરવું, એની સાથે તિરસ્કારભર્યો વ્યવહાર ન કરવો.
આનંદે પ્રભુની આજ્ઞા મુજબ બધા ઉપસ્થિત શ્રમણ-નિગ્રંથોને કહી દીધું. ગોશાલક આવ્યો. ભગવાન સાથે અભદ્ર શબ્દોમાં ક્રોધથી અનુચિત બોલવા લાગ્યો ત્યારે ભગવાનના શિષ્ય સર્વાનુભૂતિ અણગાર ગોશાલક પાસે ગયા અને એને કહ્યું : “હે ગોશાલક, જે મનુષ્ય શ્રમણ-નિગ્રંથ પાસે એકાદ પણ ધાર્મિક સુવચન સાંભળે છે, તેને એ મનુષ્ય વંદન-નમસ્કાર કરે છે. દેવની જેમ એમની પર્યાપાસના કરે છે! પરંતુ હે ગોશાલક, તમે તો પ્રભુ પાસે દીક્ષા
૧૯૭
સુલાસા
For Private And Personal Use Only