________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લીધી, એમની પાસેથી વ્રત વગેરે જાણ્યાં, ભગવાને તમને શિક્ષિત કર્યા, બહુશ્રુત બનાવ્યા, અને તમે જ પ્રભુ સાથે અનાર્ય જેવો વ્યવહાર કરો છો? તમે આવું ના કરો. આવું કરવું ઉચિત નથી.'
સર્વાનુભૂતિની આ વાતથી ગોશાલકનો ક્રોધ પ્રજ્વલિત થયો અને તેજોલેશ્યાથી એણે સર્વાનુભૂતિને બાળી મૂક્યા. ભગવાને પછીથી કહેલું કે એ મુનિ કાળધર્મ પામીને આઠમાં દેવલોકમાં દેવ થયા છે. ત્યાં ૧૮ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે અને મોક્ષ પામશે.
હે દેવી, સર્વાનુભૂતિ મુનિ પછી સુનક્ષત્ર મુનિ, ભગવંત પ્રત્યેના અવિહડ રાગથી પ્રેરાઈને, મૃત્યુથી ડર્યા વિના ગોશાલક પાસે ગયા અને એને હિતવચન કહ્યાં. ગોશાલકે તેમને પણ તેજોલેશ્યાથી બાળી નાંખ્યા. બળી રહેલા મુનિએ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દીધી, પ્રભુને વંદન કર્યું. સ્વયમેવ પાંચ મહાવ્રત ઊચર્યા, સાધુ-સાધ્વીને ખમાવ્યાં, આલોચના-પ્રતિક્રમણ કરી સમાધિભાવમાં લીન બન્યા. કાળધર્મ પામી બારમા દેવલોકમાં દેવ થયા. ત્યાં ૨૨ સાગરોપમનું આયુષ્ય ભોગવી, મહાવિદેહમાં જન્મ પામશે, ત્યાંથી મોક્ષ જશે.
હે મુનિરાજ, ભગવાને એ બે અણગારોને શીતલેશ્યા દ્વારા કેમ બચાવી ન લીધા? પૂર્વે ગોશાલકને તો બચાવી લીધો હતો.'
“હે વિદુષી, પૂર્વે ભગવાન પ્રસ્થ અવસ્થામાં હતા. તેથી અનુકંપાનો ભાવ પેદા થયેલો અને ગોશાલકને બચાવી લીધો હતો. અત્યારે તો પ્રભુ વીતરાગ છે સર્વજ્ઞ છે પ્રત્યેક જીવાત્માના ભવિષ્યકાલીન પર્યાયોને જાણે છે. એમની દરેક પ્રવૃત્તિ એ મુજબની જ હોય છે.
હે શ્રાવિકા, પ્રભુએ સ્વયં તેજલેશ્યાનો પ્રતિકાર ન કર્યો! ગોશાલક પ્રત્યે જરા પણ દ્વેષ ન જાગ્યો. કારણ તેઓ વિતરાગ છે! ગંધહસ્તિ સમાન છે.”
હે અણગારશ્રેષ્ઠ! ગોશાલકનું શું થયું?'
ગોશાલકનું સમગ્ર તેજ નષ્ટ થઈ ગયું હતું. હતાશ અને પીડિત ગોશાલક “હાય મરી ગયો, હાય મરી ગયો..' બોલતો હાલાહલા કુંભારણને ઘેર ગયો. ત્યાં દારૂ પીવા લાગ્યો. નાચવા લાગ્યો, ગાવા લાગ્યો અને પાણીથી ભીની માટી શરીર પર ચોપડવા માંડ્યો, જ્યારે સાત રાત્રિ પસાર થઈ ત્યારે તેને સમ્પર્વની પ્રાપ્તિ થઈ. તેણે પોતાના આજીવક મતના સ્થવિરોને બોલાવીને કહ્યું :
સુલાસા
૧૯૭
For Private And Personal Use Only