________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું માત્ર “જિન” કહેવરાવતો પ્રલાપી નથી પણ હું શ્રમણોનો ધાતા કરનારો છું. શ્રમણોને મારનારો છું. શ્રમણોનો વિરોધી છું. હું મખલિપુત્ર ગોશાલક છું. હું જિન નથી, છદ્મસ્થ છું. છદ્મસ્થ અવસ્થામાં મરી રહ્યો છું. જિન તો શ્રમણ ભગવાન મહાવીર છે. માટે હે દેવાનુપ્રિયો! હું મરી જાઉં એટલે મારા ડાબા પગે દોરડું બાંધી, મારા મોઢામાં ત્રણવાર થંકજો. તે પછી શ્રાવસ્તિ નગરીના રાજમાર્ગો પર મને ઘસેડજો. “ઘોષણા કરજો કે “હે પ્રજાજનો, ગોશાલક “જિન” ન હતો, પરંતુ પોતાને “જિન” મનાવતો વિચરતો હતો. શ્રમણનો ઘાત કરનાર મખલિપત્ર ગોશાલક છબસ્થ અવસ્થામાં જ મરી ગયો છે. શ્રમણ ભગવાન મહાવીર જ “જિન' છે!' આ રીતે મારા મૃતદેહને કાઢજો. ગોશાલકનું મૃત્યુ થયું. ભગવંતે કહ્યું : “ગોશાલક મરીને બારમા દેવલોકમાં દેવ થયો છે.'
તુલસી સ્વસ્થ બનીને ઘેર આવી. નાગ સારથિ અસ્વસ્થ હતા. તેમનું આરોગ્ય કથળ્યું હતું. સુલસા અને દાસીઓ એમની પૂરી કાળજી રાખતા હતાં. સુલસા અવારનવાર રાજપરિવારના સમાચાર એમને સંભળાવતી. વર્ષોથી તેઓ રાજપરિવાર સાથે સંકળાયેલાં હતાં ને! મહારાજા શ્રેણિકનું જે રીતે મૃત્યુ થયું, તે જાણીને તેમનો આત્મા કકળી ઉઠ્યો હતો. તેમાંય નવા મગધસમ્રાટ બનેલા કોણિકે નવી ચંપાનગરીને વસાવી, રાજધાની ત્યાં ખસેડી. પરંતુ ત્યાં ગયા પછી રાણી પ્રભાવતીએ નવો ઉત્પાત મચાવ્યો હતો. હલ્લ-વિહલ્લ સેચનક હાથીને લઈ, વૈશાલી પોતાના મોસાળ પહોંચી ગયા હતા. વૈશાલીના મહારાજા એ કાળે મહાન યોદ્ધા હતા. દેવાધિષ્ઠિત શસ્ત્ર તેમની પાસે હતાં. તેમણે હલ્લ-વિહલ્લને આશ્રય આપ્યો અને કોણિકે વૈશાલી સાથે યુદ્ધ છેડ્યું. એ વિચારતો હતો -
હું રાજપુત્ર હતો. આજે સમગ્ર મગધની લગામ મારા હાથમાં છે. મારી સેવામાં ઝંઝાવતી વાયુને શરમાવે તેવો રથ છે. મારા નિવાસ માટે ચંપામાં ગગનચુંબી ભવ્ય અને ભોગવિલાસયુક્ત પ્રાસાદ છે. બત્રીસ જાતનાં ભોજનવ્યંજન તૈયાર રહે છે. કોઈ મારી વિરુદ્ધ અવાજ ઉઠાવવાની હિંમત કરે તો એને દબાવી દેવા એક સમ્રાટના રૂપે મારા હાથમાં મગધનો રાજદંડ છે. હું મગધનો સ્વામી છું. મારે કાલ-મહાકાલ જેવા પરાક્રમી યોદ્ધા ભાઈઓ છે.
૧૯૮
સુલાસા
For Private And Personal Use Only