________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુશળ સલાહકારો છે. હું હલ્લ-વિહલ્લ પાસેથી સેચનક હાથી મેળવીશ જ. ભલે એ માટે માતાના પિતા સાથે યુદ્ધ કરવું પડે. મેં ભાવિનો ક્યારેય વિચાર કર્યો નથી. હું તો સ્વછંદી જ રહેવાનો. યુદ્ધ કરીશ.'
એ યુદ્ધમાં પહેલા જ દિવસે કાલ મરાયો. પ્રભુ વીર ચંપામાં બિરાજમાન હતા. પ્રભુ પૂર્ણભદ્ર ચૈત્યમાં રહેલા હતા. પરમાત્મા રોજ ઉપદેશ આપતા હતા. ઉપદેશના અંતે શ્રેણિકની પત્ની કાલી રાણીએ પ્રભુને પૂછયું : “યુદ્ધમાં કાલકુમારનું શું થયું?” ભગવાને કહ્યું “એનું મૃત્યુ થયું છે.' કાલી રાણી વિરક્ત થઈ, તેણે દીક્ષા લીધી. એ રીતે જેમ જેમ રાજકુમારોના મૃત્યુના સમાચાર આવતા ગયા તેમ તેમ તેમની માતા-રાણીઓએ દીક્ષા લીધી.
કાલી, સુકાલી, મહાકાલી, કૃષ્ણા, સુકૃષ્ણા, મહાકૃષ્ણા, વીરફણા, રામકૃષ્ણા, પિતૃસેનષ્ણા અને મહાસેનકૃષ્ણા - આ દશેય રાણીઓના પુત્રો વૈશાલીના યુદ્ધમાં માર્યા ગયા અને રાણીઓએ દીક્ષા લઈ, વિશિષ્ટ આરાધના કરી, કર્મોનો ક્ષય કરી મોક્ષ પામ્યાં,
કોણિક અને ચેટક મહારાજાના યુદ્ધમાં બંને પક્ષે ભયંકર માનવસંહાર થયો. છળ-કપટ થયાં...દૈવી તત્ત્વો પણ ભળ્યાં...છેવટે વૈશાલીનું પતન થયું. મહારાજા ચેટકે તો છેલ્લે અનશન કરી સદ્ગતિ પ્રાપ્ત કરી. વૈશાલી વેરાન, ઉજ્જડ ભૂમિ બની ગઈ. કોણિકે એ ધ્વસ્ત નગરી પર હળ ફેરવીને પોતાની ઘાતકી લીલા પ્રદર્શિત કરી.
જેમના નિમિત્તે આ ભીષણ યુદ્ધ થયું હતું તે હલ્લ અને વિહલ્લ રાજકુમારો તો ભગવાન મહાવીર પાસે સાધુ થઈ ગયા. સત્ય કી નામના વિદ્યાધર વૈશાલીના પ્રજાજનોને નીલવાન પર્વત ઉપર સુખપૂર્વક લઈ ગયા. ચેટક રાજાએ અનશન કરી ઊંડા કૂવામાં પડતું મૂક્યું, ત્યાં નાગરાજ ધરણેન્દ્ર તેમને ઝીલી લીધા અને પોતાના ભવનમાં લઈ ગયા. ત્યાં ચેટક મહારાજાએ અંતિમ આરાધના કરી અને સ્વર્ગમાં દેવ થયા.
કોણિક, જ્યારે પ્રભુ વીર ચંપામાં આવ્યા ત્યારે સમવસરણમાં ગયો. નમીવંદીને તે યોગ્ય સ્થાને બેઠો. અવસર મળતાં તેણે ભગવાનને પૂછ્યું: “જેઓ જન્મથી મૃત્યુ સુધી ભોગને છોડી શકતા નથી, એવા ચક્રવર્તી મરીને કઈ ગતિમાં જાય?”
ભગવાને કહ્યું : “સાતમી નરકમાં..” કોણિકે પૂછ્યું : “હું કઈ ગતિમાં જઈશ?'
સુલાસા
૧૯૯
For Private And Personal Use Only