________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘સિંહ, એક વાત પૂર્ણ સત્ય છે કે મંખલિપુત્ર ગોશાલકની તેજોલેશ્યાથી હું છ મહિનામાં મૃત્યુ નહીં પામું. હું ગંધહસ્તીની જેમ તીર્થંકરરૂપે હજુ સોળ વર્ષ સુધી વિચરીશ.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘પરંતુ પ્રભુ આપનો દેહ કેવો શ્યામ અને ક્ષીણ થઈ ગયો છે? પ્રભુ, કોઈ ઉપાય બતાવો...કોઈ ઔષધ બતાવો...'
સુલસા, પ્રભુ પાસેથી આવેલા સંદેશવાહકના મુખે આ વૃત્તાંત સાંભળી રહી છે. તેનું મન અતિ વિહ્વળ, આર્દ્ર અને શોકગ્રસ્ત બન્યું છે. તેની આંખોમાં પાણી ભરાઈ આવ્યાં છે...તેણે સંદેશવાહકને પૂછ્યું :
‘શું પ્રભુએ ઔષધ બતાવ્યું?'
‘હા, પ્રભુએ સિંહઅણગારને કહ્યું : ‘વત્સ! તું મેંઢિયગ્રામમાં ‘રેવતી’ નામની શ્રાવિકાને ઘેર જા. એણે મારા માટે એક પાક તૈયાર કર્યો છે, તે તું ના લાવીશ. પરંતુ એણે પોતાના માટે જે બિોરા-પાક તૈયાર કર્યો છે, તે લઈ આવજે. મારા રોગનું ઉપશમન એ ઔષધથી થશે...'
સિંહઅણગાર આનંદથી નાચી ઊઠ્યા. પ્રભુને વંદન-નમસ્કાર કરી તરત જ પાત્ર લઈને રેવતીના ઘરે ગયા. સાધુને પોતાના ઘરે આવેલા જોઈ રેવતી ઊભી થઈ ગઈ. બે હાથ જોડી નમસ્કાર કર્યા.
‘પ્રભુ, મારા ઘરે પધારવાનું પ્રયોજન?’
‘હે શ્રાવિકા, તેં જે પ્રભુ માટે ઔષધિ તૈયાર કરી છે, એની જરૂર નથી, પરંતુ જે બિજોરાપાક તારા માટે બનાવ્યો છે, એની આવશ્યકતા છે!'
રેવતીને આશ્ચર્ય થયું! આ ઔષધિની વાત મેં કોઈને કહી નથી, તો આ મુનિએ કેવી રીતે જાણી? તેણે કહ્યું : ‘હે મુનિવર, ક્યા જ્ઞાનીપુરુષે આ વાત આપને કહી?'
‘રેવતી, બીજું કોણ બતાવે? સ્વયં પરમાત્મા મહાવીર પ્રભુએ મને આ ઔષધ લેવા મોકલ્યો છે!'
‘પ્રભુએ સ્વયં આપને મોકલ્યા છે?'
‘હા, રેવતી! તું અતિ પુણ્યશાળી છો.' રેવતી નાચી ઊઠી. એના રોમરોમ વિકસ્વર થઈ ગયા. તેણે બિજોરાપાક સિંહઅણગારના પાત્રમાં વહોરાવી દીધો. સિંહઅણગાર ત્વરાથી હર્ષવિભોર થતા ભગવંત પાસે આવ્યા.
સુલસા
કોળાપાક-બિજોરાપાકના સેવનથી પ્રભુનો દાહજ્વર શાન્ત થઈ ગયો. લોહીના ઝાડા બંધ થઈ ગયા. ભગવાનને પરમ શાતા પ્રાપ્ત થતાં હજારો
For Private And Personal Use Only
૧૯૫