________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યારે વૈશ્યાયન નામના એક ઋષિએ ગોશાલક ઉપર તેજોવેશ્યા મૂકી હતી ત્યારે પ્રભુએ સ્વયં ગોશાલકને અનુકંપાથી શીતલેશ્યા દ્વારા બચાવ્યો હતો. એ દુષ્ટ ગોશાલકે પ્રભુ ઉપર તેજલેશ્યા મૂકી. કેવો કતન?
શ્રાવતિથી વિહાર કરી પ્રભુ મેંઢિયગ્રામ પહોંચ્યા. ગામની બહાર “સાણ કાષ્ઠક' ચૈત્યમાં પ્રભુએ સ્થિરતા કરી. ત્યાં પ્રભુને ભયંકર પીડા-તીવ્ર દાહ કરનારો પિત્તવર થયો. એ પિત્તવરની પીડા અસહ્ય હોય છે. પ્રભુને લોહીના ઝાડા તો ચાલુ જ હતા. પ્રભુની આવી શારીરિક સ્થિતિ જોઈને લોકો પરસ્પર દુ:ખી વચનોથી વાર્તાલાપ કરતા હતા : “મંખલિપુત્ર ગોશાલકના તપ તેજથી પરાભવ પામેલા તીર્થંકર મહાવીર, પિત્તવર અને તીવ્ર દાહથી છ મહિનામાં જ મૃત્યુ પામશે.”
પ્રજા શોકાકુલ બની હતી. યત્ર-તત્ર-સર્વત્ર આ એક જ ચર્ચા ચાલતી હતી. ત્યાં નજીકના જ “માલયાકચ્છ' વનમાં નિરંતર છઠ્ઠના પારણે છઠ્ઠ કરતા અને સૂર્યની આતાપના લેતા પ્રભુના એક શિષ્ય સિંહઅણગાર રહેલા હતા, તેઓ પરમાત્માના પરમ ભક્ત હતા, સરલ અને વિનીત હતા. એક દિવસ ધ્યાન કરતાં કરતાં ભાસ થયો કે “મારા પ્રભુના શરીરમાં કોઈ ભયંકર રોગ થયો છે. અને તેમનું હૃદય દ્રવિત થઈ ગયું. “જો મારા પ્રભુ કાળધર્મ પામી જશે તો હું અનાથ થઈ જઈશ અને દુનિયા કહેશે કે મહાવીર છદ્મસ્થ અવસ્થામાં જ કાળધર્મ પામી ગયા...'
હું શું કરું? મારા પ્રાણનાથ. મારા જીવનાધાર...તમને આ શું થઈ ગયું?' સિંહઅણગાર પોકે-પોકે રોવા લાગ્યા. તેમની આંખોમાંથી અવિરત અશ્રુધારા વહેવા લાગી.
એ વખતે ભગવાન મહાવીરે શ્રમણોને બોલાવીને કહ્યું : “માલયાકચ્છપ્રદેશમાં ભદ્રપ્રકૃતિવાળા મારા શિષ્ય સિંહઅણગારને બોલાવી લાવો. તે ત્યાં કરુણ રુદન કરી રહ્યો છે.”
શ્રમણો માયા કચ્છ ભૂમિ પર ગયા અને સિહઅણગારને પ્રભુની આજ્ઞા કહી સંભળાવી. સિહઅણગાર પ્રભુ પાસે આવ્યા. પ્રભુના ક્ષીણ દેહને જોઈને, પ્રભુનાં ચરણોમાં મસ્તક મૂકી સિંહ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. ભગવંતે આશ્વાસન આપતાં કહ્યું : “વત્સ! મારા ભાવિ અનિષ્ટની કલ્પનાથી તું રડી રહ્યો છે ને?'
“હા પ્રભુ...”
૧૯૪
સુલતા
For Private And Personal Use Only