________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દેવાલયમાં સ્થાપી દીધી અને રોજ પૂજવા લાગી. એકવાર ફરી વર્ષાકાળ આવ્યો. ઇન્દ્રદત્તને રાજાનાં કાર્યો માટે બહારગામ જવાનું હતું. તેણે પત્નીને કહ્યું : ‘તું વિશેષ રૂપે દેવોની પૂજા કરજે.' પત્ની પૂજા કરવા લાગી. ઇન્દ્રદત્ત જ્યારે કાર્યો કરીને પાછો ફર્યો ત્યારે નદીમાંથી ઊતરતાં પૂર આવ્યું, તે તણાવા લાગ્યો...કોઈ દેવે એની રક્ષા ન કરી...છતાં એ મર્યો નહીં, તણાતો તણાતો કિનારે પહોંચ્યો.
ઘેર આવી ક્રોધથી ધમધમતો પત્નીને ગાળો દેવા લાગ્યો. ‘હે દુષ્ટા, તે દેવોની પૂજા નહીં કરી હોય, જેથી કોઈ દેવે મારી રક્ષા ન કરી.' ક્રોધમાં ને ક્રોધમાં એ બધી દેવપ્રતિમાઓને તોડવા ઘણ લઈને તૈયાર થયો, ત્યારે પેલા મૂળ યક્ષરાજે એને રોક્યો અને કહ્યું : 'આવું ન કર, પહેલાં તું મને એકને જ પૂજતો હતો એટલે મારે તારી રક્ષા કરવી પડતી હતી પણ હવે મેં વિચાર્યું આ બીજા દેવો રક્ષા કરશે! બીજા દેવોએ વિચાર્યું કે પહેલો દેવ રક્ષા કરશે...' એટલે બધાએ તારી ઉપેક્ષા કરી.' એ યક્ષરાજના બોધથી, ઇન્દ્રદત્તે એ યક્ષરાજની મૂળ સ્થાને સ્થાપના કરી બીજા દેવોની મૂર્તિઓ જ્યાંથી લાવેલો, ત્યાં ત્યાં મૂકી આવ્યો!'
હે મહાશ્રાવક! આ એક લૌકિક કથા દ્વારા પ્રભુએ કેવો સરસ બોધ આપી દીધો! એક જ દેવાધિદેવને હૃદયના મંદિરમાં સ્થાપો...એની જ આરાધના, એની જ ઉપાસના કરો...એને જ સર્વસ્વ માનો!
હે વૈક્રિયલબ્ધિધારક વીરપુરુષ! તમે તીર્થંકરનું રૂપ કર્યું. વૈભારગિર ઉપર સમવસરણ રચ્યું. તમે ધર્મદેશના આપી! નગરજનો મારી પાસે આવ્યા હતા અને મને કહ્યું હતું. ‘સુલસા, આજે તો ચાલ વૈભારગિરિ પર. તીર્થંકર પધાર્યા છે! તું તીર્થંકરને તો માને છે ને?' ત્યારે મેં એમને કહ્યું હતું :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘હે નગરજનો, આ તીર્થંકર, દેવ-દેવેન્દ્રવંદિત પ્રભુ મહાવીર નથી. જો એ પધાર્યા હોય તો મારો દેહ રોમાંચિત થયા વિના ન રહે!' ત્યારે નગરજનો બોલ્યા હતા : 'સુલસા! આ તો પચ્ચીસમા તીર્થંકર છે!' મેં કહેલું : તીર્થંકર્ચો તો ચોવીસ જ છે!'
૨૩૪
અંબડે પૂછ્યું : ‘હે ભક્તિશાલિની, શું ભગવાન મહાવીર રાજગૃહીના પરિસરમાં પધાર્યા હોય, તેં એમનાં દર્શન પણ ન કર્યાં હોય, તને એમના પધારવાની જાણ પણ ન હોય, છતાં તારા શરીરે રોમાંચ થઈ જાય?’
સુલસા
For Private And Personal Use Only