________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કઈ
એક સ્ત્રીનું જીવન, એ પતિના ચરણોમાં શ્રદ્ધાથી અને ભક્તિભાવથી સમર્પણ કરેલું એક કમલપુષ્પ છે. પતિનું સુખ એ પોતાનું સુખ. પતિની અર્ધાગના બની રહેવાના પવિત્ર સોગંદ તેણે સપ્તપદીના મંગલ અવસરે અગ્નિદેવની સાક્ષીએ લીધેલા હોય છે. આથી એને અર્ધાગના કહે છે. હું મારા પતિને સુખના શિખર ઉપર રાખવાનો સતત પ્રયત્ન કરું છું. હું ખૂબ ભાગ્યશાળી છું. ભલભલી સ્ત્રીને ઈર્ષ્યા થાય એવું મારા પતિનું રૂપ-સૌન્દર્ય છે, અને એથીય અધિક એ હૃદયના વિશાળ છે. જોકે તેઓને રૂપનું સહેજે અભિમાન નથી. તેઓ મહારાજા પ્રસેનજિતના પ્રિય સ્નેહી અને સારથિ હોવા છતાં તેમને માતા-પિતાની સેવા કરતા જોઈને મારું હૃદય ગર્વ અનુભવતું હતું. સુંદર અને સદ્ગુણી પતિ માટે કઈ સ્ત્રીને ગર્વ ન હોય! વિશાળ વટવૃક્ષ પર ઊગેલી વેલીનું જીવન નચિંત, નિર્ભય અને સુખી હોય છે, તેવું જ મારું જીવન મારા પતિના સહવાસમાં છે.
મહારાજા પ્રસેનજિતના સ્વર્ગવાસ પછી, મારા પતિ, મહારાજા શ્રેણિકના પણ એટલા જ પ્રીતિપાત્ર સારથિ રહ્યા છે. મહારાજાએ એમને માત્ર સારથિ જ નથી માન્યા, સ્વજન માન્યા છે. એટલે એમના રાજમહેલમાં મારી બેરોકટોક અવર-જવર રહે છે. મહારાણી નંદા અને ધારિણીની તો હું ગાઢ સખી છું. મારા પતિના મહારાજા સાથે, અભયકુમાર સાથે અને બીજા રાજપુરુષો સાથે ખૂબ સારા સંબંધો છે. છતાં મારા પ્રત્યેના પ્રેમમાં સહેજ પણ ઊણપ આવવા દેતા નથી. આવા પતિ મેળવીને હું ખૂબ ભાગ્યશાળી થઈ છું. મારા જનમોજનમનાં પુણ્ય ફળ્યાં છે. રાજમહેલમાં પણ મારા ઉપર રાણીઓએ અને કન્યાઓએ મને પ્રેમમાં તરબોળ કરી દીધી છે. આ બધું કેવળ મારા પતિના કારણે હતું. આથી જ, મારા પતિની તીવ્ર પુત્રેચ્છા પૂર્ણ કરવા મેં દેવ-આરાધના કરી. દૈવીકૃપા થઈ...અને ૩૨ ગર્ભને ધારણ કરનારી માતા બની! હું મારા પતિને નિરંતર સુખી કરવા તત્પર રહું છું. સ્ત્રીઓએ અંગત દુઃખો સહન કરીને, બીજાનાં દુ:ખો હળવાં કરવાનાં હોય
સુલાસા
૨૯
For Private And Personal Use Only