________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. કોઈ પણ સુજ્ઞ સ્ત્રીને એ શીખવવું નથી પડતું કે એના પતિનું દુઃખ એણે કેવી રીતે નિવારવું?
રાજમહેલમાં જ્યારે રાણી ધારિણી પાસે મેઘ કુમારની વાત નીકળી ત્યારે મારી આંખોમાં આંખ પરોવતાં એમના ગળે ડૂમો ભરાઈ આવ્યો હતો. એમની નીલવર્ણી આંખોમાંથી ટપકી પડેલાં બે અશ્રુબિંદુ રક્તવર્ણા ગાલ પર થઈ મારા પગ પર સરી પડ્યાં હતાં. એ બળબળતા અંગારા સમાં હતાં. મોં ફેરવી લઈ, ઉત્તરીયથી આંસુ લૂછતાં તેમણે કહ્યું હતું : “મેઘકુમાર અમને છોડી ચાલ્યો જશે...'
ઘરે આવ્યા પછી મારા મનમાં વિચારોની આંધી ચઢી આવી હતી. મન ઉદાસ અને ગંભીર ગઈ ગયું હતું. ધારિણીનો કેળના દંડ સમો પહેલા ખોળાનો પુત્ર મેઘકુમાર, માતા-પિતાનો ત્યાગ કરી મોક્ષમાર્ગે જઈ રહ્યો હતો. પુત્રવિરહની વેદના તો પુત્રવત્સલ માતા જ સમજી શકે! મેં ધારિણીને મીઠી મીઠી શિખામણ આપી. “એ વીર પ્રભુનાં ચરણે જાય છે. માટે જવા દો!'
બીજી બાજુ હું પુત્રની લાલસામાં તરફડું છું! કૂખમાં બત્રીસ-બત્રીસ ગર્ભોને ધારણ કરી રહી છું. પુત્રજન્મની અને પુત્રોના પ્રેમની કલ્પનામાં ગાંડીઘેલી બની જાઉં છું! ધારિણીને આશ્વાસન આપતાં મને એ વિચાર ના આવ્યો કે “મારા બત્રીસ પુત્રો જો આ રીતે મારો ત્યાગ કરી જશે તો એ પુત્રવિરહની વેદના હું સહન કરી શકીશ?' મારો આ વિચાર મને ધ્રુજાવી ગયો. ધારિણી પ્રત્યે સહાનુભૂતિનો ધોધ વહેવા લાગ્યો...
ત્યાં અચાનક મારા પતિ આવી ચડ્યા. તેમને જોઈને હું કૃત્રિમપણે હસી. પણ તેઓ સમજી ગયા અને બોલ્યા : “કેટલાક માણસો જૂઠું નથી બોલતા પણ જૂઠું હસી શકે છે, તેની મને આજે ખબર પડી!'
કોણ જૂઠું હસે છે? તમને જોઈને કોઈ જૂઠું હસી શકે ખરા?” “હા, તું! આજે તું જૂઠું હસી રહી છે. તું મારાથી કંઈક છુપાવે છે!' “શું છૂપાવું છું?” તું જ કહે!” હું ઉદાસ થઈ ગઈ. મારી આંખો ભીની થઈ ગઈ.
૩૦
સુલાસા
For Private And Personal Use Only