________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સુલસા
મારા નાથ, નિરાશ ન થશો...ધન્ના અણગારે પહાડ પર અનશન કરી ઊર્ધ્વગતિ પ્રાપ્ત કરી, તો ભરત ચક્રવર્તીએ અરીસાભવનમાં કૈવલ્યની પ્રાપ્તિ કરી હતી. હે સ્વામી! આપણું હૃદય પ્રભુ વીરને સોંપી દઈએ! એમને એ હૃદયના જે ઘાટ ઘડવા હોય તે ઘડે! સુખ અને દુ:ખ, આનંદ અને ઉદ્વેગ... જે કાંઈ હૃદયમાં ભરવું ઘટે તે ભરે!
‘દેવી, તમારી વાત સાચી છે. આપણે એ જ કરી શકીએ... આપણે પ્રભુ સાથે પ્રેમ કરી શકીએ. એમની ભક્તિ કરી શકીએ...એ કહે એ માર્ગે ડગલું માંડી શકીએ. એ તો આપણા અન્તર્યામી છે ને! આપણી યોગ્યતા એ પ્રત્યક્ષ જાણે છે અને યોગ્યતાનુસાર જ એ આજ્ઞા કરે છે...'
‘ઓ મારા પ્રાણનાથ! એમનો બતાવેલો માર્ગ કાંટા-કાંકરાથી ભરેલો હોય, છતાં એ માર્ગે ચાલનારને કાંટા-કાંકરા વાગવાનો ભય નથી હોતો, પીડા નથી હોતી...પણ પ્રભુનાં ચીંધેલા માર્ગે ચાલવાનો આનંદ હોય છે! ઉત્સાહ હોય છે... ભલે શરીર લોહીલુહાણ થઈ જાય, આત્મામાં પ્રેમની હેલી ચઢેલી હોય છે!'
નાગ સારથિએ કહ્યું : 'સુલસા, તમે સાધારણ રૂપાળી સ્ત્રી જ નથી. વિદ્યા અને જ્ઞાનમાં વિશિષ્ટ છો. કવિ છો. મારા માટે તો તમે પત્ની જ નહીં, આરાધ્યદેવી છો!' બોલતાં બોલતાં નાગની આંખમાં આંસુ આવી ગયાં.
સુલસાએ કહ્યું : ‘મારા દેવ, જીવનમાં અશ્રુનું ઘણું પ્રયોજન છે. એવોય સમય આવે જ્યારે અશ્રુપાત ઉપરાંત મૂર્ચ્છ નાપાત પણ સંભવે છે. એટલે વાત-વાતમાં આંસુ સારવાં યોગ્ય નથી.’
આંખો લૂછીને નાગે સુલસા તરફ જોયું. સુલસાએ પણ નાગની સામે જોયું. મેઘ છવાઈ જવા છતાં આકાશની વિશાળતાને બાધા નથી આવતી. ઉદાસીનો સ્પર્શ થવા છતાં એનાથી એમનું સૌન્દર્ય તલમાત્ર ઓછું નથી થતું, પરંતુ વિષાદની કાલિમાના આછા સ્પર્શથી એમનું પૌરુષ વધુ ગંભીર મહિમામય થઈ ગયું. હું મુગ્ધ ભાવથી એમના મુખની શોભા જોઈ રહી.
નાગ સારથિ જરા હસીને બોલ્યા : ‘દેવી, તમારી કવિતા ખૂબ સરસ છે. પણ મહાવીર સિવાય બીજું કોઈ અભિપ્રેત હોત તો હું ક્ષમા ન કરત! ગમે તે હોય તમે પ્રભુ વીરને, મારા આરાધ્યને, મન-પ્રાણથી ચાહ્યા છે. કોણ જાણે એમનામાં શી કલા છે? કોઈ પણ સ્ત્રી પ્રથમ દર્શને જ પોતાને ખોઈ બેસે છે, ખરું ને?'
કવિતાની ચર્ચા કરતાં કરતાં બંને નિદ્રાધીન બની ગયાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૧૭૮