________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કેસરિયાં હોય છે. ક્ષિતિજને આંબતી આકાશની પેલે પાર યૌવનની દૃષ્ટિની ઉડાન જાય છે. ગતિમાન અને પ્રકાશમાન વસ્તુ પ્રત્યે એને અદમ્ય આકર્ષણ હોય છે, અશક્યને શક્ય કરવાની ધૂન એના મનમાં લાગી હોય છે.
નાગ-પતિની પુત્રેચ્છાને પૂર્ણ કરવાની સુલસાને ધૂન લાગી ગઈ. એ વિદુષી છે. એને પૂર્વકાળની એવી રોમાંચક ઘટનાઓનું જ્ઞાન છે! એના મનમાં એક આશ્ચર્ય જરૂર પ્રગટ્યું કે પુત્રેચ્છા પ્રાયઃ સ્ત્રીને પ્રબળ હોય છે...જ્યારે અહીં પત્ની નહીં, પતિના મનમાં પુત્રેચ્છા પ્રબળ હતી. એ જાણતી હતી કે શ્રીકૃષ્ણની માતા દેવકીને પુત્રપ્રાપ્તિની ઇચ્છા જાગી હતી...કે જે પુત્રને એ પોતાના ખોળામાં રમાડી શકે, વહાલ કરી શકે અને ઉછેરીને મોટો કરી શકે! એ ઇચ્છા શ્રીકૃષ્ણે દેવના આરાધનથી પૂર્ણ કરી હતી. દેવની કૃપાથી પુત્રપ્રાપ્તિ થઈ શકે છે. પણ એ માટે ઉગ્ર ધર્મારાધના કરવી જોઈએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારે મારા સદાચારી પતિની મનોકામના પૂર્ણ કરવી જ જોઈએ. કેવા એ ઉત્તમ પુરુષ છે! મેં બીજું લગ્ન કરવાની વાત કરી, તેમણે ન માની. એમનો મારા ઉપર અગાધ પ્રેમ છે...એ પ્રેમનો પ્રત્યુત્તર આપવાનો આ ખરેખરો સમય આવ્યો છે.
૧૨
મને ધર્મની શક્તિ પર, મારા પ્રભુની અચિંત્ય કૃપા પર પૂર્ણ વિશ્વાસ છે. ભક્તિભાવથી અને વિધિસહિત કરેલી ધર્મારાધના, ઇષ્ટ ફળને આપે જ છે. પરંતુ મૂર્ખ મનુષ્યો કલ્પવૃક્ષસમાન ધર્મની કેમ ઉપેક્ષા કરતા હશે? ધર્મની આરાધના કેમ નહીં કરતા હોય? ધર્મથી ક્યા સુખની પ્રાપ્તિ નથી થતી? શ્રેષ્ઠ કુળમાં જન્મ મળે છે. પરસ્પર પ્રેમ મળે છે. દીર્ઘ આયુષ્ય અને શરીરની નીરોગિતા મળે છે. ઇષ્ટ સંયોગ, સુપુત્રની પ્રાપ્તિ અને સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. ઘરમાં લક્ષ્મી, મુખમાં સરસ્વતી, બાહુમાં શૌર્ય અને હાથમાં દાનલબ્ધિ પ્રાપ્ત થાય છે. સૌભાગ્ય, સત્બુદ્ધિ અને સુરૂપની પ્રાપ્તિ થાય છે. દિગંતવ્યાપી યશકીર્તિ પ્રાપ્ત થાય છે. જગતમાં એવી કોઈ શ્રેષ્ઠ વસ્તુ નથી કે જે ધર્મ વિના મળી શકે! માટે હે આત્મનુ, તું ખેદ ન કર. તારે પુત્ર જોઈએ છે ને? તું ધર્મને સમર્પિત થઈ જા! તને બધું જ મળશે!
ઘણો ઘણો પુરુષાર્થ કરવા છતાં પણ જે કાર્યની સિદ્ધિ નથી થતી, તેવાં અતિ દુષ્કર કાર્યો પણ તપધર્મના પ્રભાવથી સરળતાપૂર્વક સંપન્ન થઈ જાય છે.
ધન્વંતરી જેવા શ્રેષ્ઠ વૈઘો પણ જે રોગોને મિટાવી શકતા નથી, તેવા
સુલસા
For Private And Personal Use Only