________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છું પરંતુ તને ખબર છે ને કે અપુત્રીયાનું ધન રાજા લઈ લે છે... અને પુત્રનું સુખ મેળવવા મારું મન અત્યંત આતુર છે.”
થોડી ક્ષણ મૌન રહી સુલસા બોલી : “નાથ, પુત્ર આપવાની મારી યોગ્યતા મને લાગતી નથી. આપ બીજી કન્યા સાથે સુખેથી લગ્ન કરી લો, જેથી તમારી પુત્રચ્છા પૂર્ણ થાય.'
‘એ તું શું બોલી? મને કોઈ રાજ્ય સાથે કન્યા આપે, તો પણ મારે ના જોઈએ. તું પુત્રવતી થાય, એ મારી ઇચ્છા છે. તારા સિવાય બીજી કોઈ પત્ની મારે ન જોઈએ. હું ઇચ્છું છું કે તારાથી પુત્ર થાય તો મારા મનને શાન્તિ મળશે, સમાધિ મળશે. જોકે આકાશને નથી ક્યાંય આદિ અને નથી ક્યાંય અંત. સાગરનો નથી ક્ષય થતો, નથી એની વૃદ્ધિ થતી, એમ મનોકામનાઓની નથી પૂર્ણતા થતી, નથી રિક્તતા. આપણા સંબંધની પણ એ જ રીતે ન કોઈ સંજ્ઞા છે અને ન કોઈ અંતિમ પરિણતિ. વિશેષ શું કહું ? જાણું છું દેવી, કામ, ક્રોધ, લોભ નરકનાં દ્વાર છે. હે પ્રભો! અંતે શું નરકાવાસ છે?..”
નાગની આંખો ભીની થઈ ગઈ. સુલસાએ સાડીના પાલવથી આંખો સાફ કરી અને કહ્યું : “મારા નાથ! તમે તો મનમાં પણ પરસ્ત્રીની ઇચ્છા નથી કરી...તમે મન-વચન-કાયાથી જિનેશ્વરોની ભક્તિ કરી છે...તમારે માટે નરકાવાસ ન જ હોય, સ્વર્ગવાસ હોય...તમે હતાશ ન થાઓ. હું મારા પ્રભુની આરાધના કરીશ..એ જ મારા સર્વસ્વ છે...અંતર્યામી છે. મારી બધી ઇચ્છાઓ એ જ પૂરી કરશે. તમે નિશ્ચિત રહો નાથ! તમારી ઇચ્છા પૂર્ણ થશે...થશે ને થશે...' સુલસા! નાગ!
યુવાની! ધબકતી ધમનીઓનું અવિરત સ્પંદન! માનવીને કર્મો દ્વારા પ્રાપ્ત થયેલું આ સર્વશ્રેષ્ઠ વરદાન! જીવનનગરનો આ એક માત્ર રાજમાર્ગ! નિસર્ગ સામ્રાજ્યની વસંત! મનનો કળાયેલ મર! વિકસિત દેહ! નાગની ડોલતી સુંદર ફણા! ભાવનાના ઉદ્યાનનો સુગંધિત કેવડો! વિશ્વકર્માના અવિરત દોડતા રથનો સૌથી રૂઆબદાર અશ્વ! ગર્વથી ઉન્નત શિરે ચાલવાનો આ સમય! કંઈક કમાણી કરી લેવાનો કાળ! શક્તિ અને સ્કૂર્તિનો કાળ! કશુંક કરવું જ છે,” એવી ખરેખરા અર્થમાં જાગતી હોંશનો સમય:
શૈશવનાં સ્વપ્નો લીલાં હોય છે. યૌવનાવસ્થાનાં સ્વપ્નો ગુલાબી અને
સુલતા
For Private And Personal Use Only