________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોભ કે ન હતો અહંકાર, પરસ્ત્રી-સહોદર હતો. રૂપ-લાવણ્ય અને યૌવનનો એનામાં સુભગ સમન્વય થયેલો હતો. બધું જ હતું! ખોટ કહો કે ખામી કહો... કર્મદોષ કહો કે દુર્ભાગ્ય કહી... એ નિઃસંતાન હતો. એ વાતનું એના મનમાં ઘણું દુઃખ હતું. પ્રસંગે પ્રસંગે એ પોતાની પત્ની સુલસાની આગળ પોતાનું દુ:ખ કહી દેતો. એની આંખો ભીની થઈ જતી.
આજે પણ એ મનોવેદના લઈને સુલસાના ખંડમાં આવ્યો હતો. તે સુલસાની પાસે બેઠો. એના મુખ ઉપર ગ્લાનિ ઊભરાઈ આવી.
સુલસાએ પતિનો હાથ પોતાના હાથમાં લઈને પૂછ્યું : “નાથ, આજે આપ ચિંતાતુર લાગો છો. શત્રઓથી ઘેરાયેલા કાયર પુરુષના જેવો વિષાદ શા માટે? નીચી નમી ગયેલી જૂઈના પુષ્પની જેમ આપનું વદન કેમ નીચું નમી ગયું છે? યુદ્ધના મેદાનમાં જેમ યોદ્ધા પાસે શસ્ત્રો ખૂટી જાય, અને તે રઘવાયો બને, તેવા તમે કેમ દેખાઓ છો? તોફાની સમુદ્રમાં જહાજ ભાંગી જાય અને વ્યાપારીઓ વિલખા બની જાય તેમ તમે વિલખા કેમ પડી ગયા છો? એવી કઈ ચિંતા આપના જેવા સમર્થ જ્ઞાનીપુરુષને સતાવી રહી છે?
શું રાજાએ તમારું અપમાન કર્યું? અથવા કોઈ ધૂર્તે તમને છેતરી લીધા? અથવા મહાજન શું તમારું વિરોધી થયું? શું નિધાન કોલસા બની ગયું? શું મરણ નજીક આવ્યું લાગે છે? હે પ્રિયતમ, જો અતિ ગુપ્ત વાત ન હોય તો મને કહો...” નાગ સારથિના મુખ પર ઇષતું હાસ્ય આવી ગયું. તેણે કહ્યું :
હે પ્રિયે, મારી એવી કોઈ જ ગુપ્ત વાત નથી કે જે તને ના કહેવાય. તું જાણે છે - હું પુત્ર વિના ઝૂરી રહ્યો છું. હૃદયમાં આ એક જ ખટકો રહે
સુલતાએ ખૂબ કોમળ સ્વરમાં કહ્યું : “મારા પતિદેવ! તમે તો જિનવચન સાંભળ્યાં છે, માન્યાં છે, સમજ્યા છો! તમને ખેદ ન જ હોવો જોઈએ, શા માટે પુત્ર જોઈએ છે? શું પુત્ર સ્વર્ગ કે મોક્ષ આપી શકે છે? ભલે પુત્ર ગુણવાન અને રૂપવાન હોય, પરંતુ એ માતા-પિતાના કે પોતાના રોગવિકારોને દૂર કરી શકે છે? નરકમાં જતાં માતા-પિતાને એ રોકી શકે છે? ના! મારા નાથ, પુત્ર તો સંસાર પરંપરાનું કારણ છે, એમ પ્રભુ મહાવીર કહે છે!' નાગે કહ્યું : “હે પ્રિયતમા, આ બધું તત્ત્વજ્ઞાન શું હું નથી જાણતો? જાણુ
૧૦
સુલાસા
For Private And Personal Use Only