________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બોલેલો શબ્દ ગળી નથી શકાતો...તેમ મૃત્યુ પામેલા પુત્રો પાછા નથી આવવાના. માટે એ કડવો ભૂતકાળ વાગોળવાનો કોઈ અર્થ નથી. તે વાતને યાદ કરી કરીને સોરાયા કરાય નહીં. આપણે સહજતાથી, સરળતાથી અને સાહજિકતાથી જીવવાનું છે. ‘લાગણીઓ તો ઝરણાંની જેમ ફૂટતી હોય છે અને નદીના પ્રવાહની જેમ વહેતી હોય છે. એને વહી જવા દો. એના પૃથક્કરણની જંજાળમાં નથી પડવાનું.’
અમે રથમાં બેસીને હવેલીમાં પાછાં આવ્યાં. મને લાગ્યું કે તેમનું મન કંઈક હળવું થયું છે. તેમનો માનસિક ભાર ઓછો થયો છે. મારી વિધવા બત્રીસ પુત્રવધૂઓ!
હું એમને જોઉં છું, એમનો વિચાર કરું છું ત્યારે એક અપરાધભાવના મનમાં આવે છે. ‘જો મેં મહારાજા શ્રેણિકને અથવા
અભયકુમારને, દેવે કહેલી વાત કહી હોત.' આ બત્રીસે બત્રીસ પુત્રોનું આયુષ્ય સરખું રહેશે. એકનું મૃત્યુ બધાંનું મૃત્યુ બનશે...તો કદાચ મહારાજા મારા પુત્રોને યુદ્ધની શિક્ષા, શસ્ત્રવિદ્યા ન શીખવાડત. તેમને યોદ્ધા ન બનાવત. પોતાના અંગરક્ષક ન બનાવત. તેમને વૈશાલી સાથે ન લઈ જાત...પરંતુ મેં વાત કરી નહીં. એ વાત ગુપ્ત રાખી...પરિણામે સુરંગમાં જ બત્રીસ પુત્રો એકસાથે મૃત્યુ પામ્યા.
શું ભવિતવ્યતાએ મને ભુલાવી? મારા પ્રભુએ કહેલું જ છે કે પ્રત્યેક જીવાત્માની પોતપોતાની ભવિતવ્યતા નિશ્ચિત હોય છે. એને બદલી શકાતી નથી.
કારણ વગર કાર્ય બનતું નથી. જેટલાં કાર્યો દેખાય છે, એ બધાંનાં કારણો હોય છે. જ્ઞાની પુરુષોંએ વિશ્વમાં એવાં પાંચ કારણ જોયેલાં છે. સંસારનાં કોઈપણ કાર્યની પાછળ આ પાંચ કારણ હોય જ. એક મુખ્ય કારણ હોય, ચાર ગૌણ કારણ હોય. કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ અને પુરુષાર્થ. મેં પ્રભુ વીરની દેશનામાં આ વાત સાંભળેલી છે. મારા પુત્રોનું મૃત્યુ શું નિશ્ચિત જ હતું? હા, પૂર્ણ જ્ઞાનીના જ્ઞાનમાં નિશ્ચિત જ જોવાયેલું હશે. એમાં પરિવર્તનની કોઈ શક્યતા હોતી નથી.
છતાં, મારું મન ડંખે છે...મને મારી ભૂલ સમજાય છે...મેં દેવે કહેલી વાત મહારાજાને ના કરી, મહામાત્યને પણ ન કરી...આ ભૂલનો મારે સ્વીકાર કરવો જ રહ્યો. ભૂલ સ્વીકાર્યા પછી મારા મનનું સમાધાન
સુલસા
For Private And Personal Use Only
૧૪૩