________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-- **
]
s
0
સુજ્યેષ્ઠા! રાત્રે તેને નિદ્રા નથી આવતી. તેને વિચાર આવ્યો. અતિસુખ તે સારું નથી. નાનું બાળક ખૂબ દેખાવડું હોય તો તરત મા એના ગાલ પર કાળું ટપકું કરે છે. સુખની બાબતમાં પણ આવું જ છે! સુખમાં પણ કોઈને ભાગીદાર બનાવવા જોઈએ, જેથી કોઈની નજર ના લાગે. મેં મારી બહેન ચેલણાથી હજુ વાત છૂપાવી છે. મારા પર એને અગાધ પ્રેમ છે. પૂર્ણ શ્રદ્ધા છે. એ મારા વિના રહી નહીં શકે. હું પણ શું એના વિના રહી શકું? ના, ના, હું એને વાત કરું અને અમે બંને બહેનો રાજગૃહીના રાજમહેલની રાણીઓ બનીએ! મહારાણી તરીકે ચેલણા અરધી ફરજ સંભાળશે. મારા કરતાં એ વધુ સુંદર છે તેથી મહારાજા પણ એને પ્રસન્ન રાખશે. આમેય મને ચેલણા પ્રત્યે ક્યારેય ઈર્ષ્યા થઈ નથી કે એને મારા પ્રત્યે ઈર્ષ્યા થઈ નથી. અમે અહીં પણ એકબીજા સાથે પ્રેમથી રહીએ છીએ. ત્યાં પણ પ્રેમથી સાથે રહીશું. કેમ કે પ્રેમ એ જ માનવહૃદયનો એવો આવિષ્કાર છે, જે સૌને હળવાશ આપે છે. અમે સમજદારીપૂર્વક જીવન જીવીશ. સુખ-દુઃખની વાતો કરવા એક સારી સહિયર મળશે ચેલણા! જોકે મહારાજા શ્રેણિકને નંદા, ધારિણી વગેરે ગુણવતી રાણીઓ તો છે જ.
જીવન માણસ સાથે ક્યારેક સુખની રંગપંચમી રમે છે. ક્યારેક સુખનો ગુલાલ એટલો ઉછાળે છે કે જીવ ઘુંટાવા લાગે, હાથ ઊંચા કરીને કહેવાનું મન થાય કે બસ કરો આ સુખની છોળ! ચલણાની સાથે અહીં પણ હું એવું સુખ અનુભવું છું. મોરલીના સ્વર જેવો એનો અવાજ કેવો મધુર છે! એનું વાક્યાતુર્ય પણ કેવું અદ્ભુત છે! એ મહારાજાના હૃદયને જીતી લેશે!”
તે વિચારોમાં ગરકાવ હતી, ત્યાં હળવેકથી નજીક આવી ચલણાએ તેના ખભા પર હાથ મૂક્યો અને હસીને બોલી : “મોટીબહેન! ક્યાં દેશ-વિદેશમાં ઊડી રહ્યાં છો?
મગધ દેશમાં!”
સુલાસા
For Private And Personal Use Only