________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૦
દાસી અભયકુમાર પાસે આવી. સુજ્યેષ્ઠાનો સંદેશો આપ્યો અને એના મનની સ્થિતિનું વર્ણન કર્યું. અભયકુમારે કહ્યું :
‘રાજકુમારીનો વિચાર બદલાશે તો નહીં ને? કારણ કે મહારાજા ચેટક સીધી રીતે તો શ્રેણિક સાથે એની પુત્રીનાં લગ્ન નહીં જ કરે! એટલે મહારાજા શ્રેણિક એનું અપહરણ કરીને લઈ જાય, એ જ એક માર્ગ છે. તું રાજકુમારીને પૂછીને મને જવાબ આપ. અને આ વાત જરાય ત્રીજા માણસ પાસે ન જાય, એની તકેદારી રાખવાની.'
દાસી સુજ્યેષ્ઠાને પૂછીને, બધી વાત કરીને પાછી આવી. એણે કહ્યું : ‘મહારાજા શ્રેણિક ગુપ્ત માર્ગે આવીને અપહરણ કરી જાય, તે વાતમાં હું સહમત છું.’
તો હું રાજમહેલના પરિસર સુધી ભૂમિમાં ગુપ્ત રીતે સુરંગ ખોદાવીશ. એ સુરંગ ક્યાં ખૂલશે, એની તમને જાણ થશે. ત્યાં તમારે તૈયાર થઈને ઊભા રહેવાનું. સુરંગના માર્ગે મહારાજા પોતે, પોતાના અંગરક્ષકો સાથે આવશે...તરત જ રાજકુમારીને રથમાં બેસાડી, પવનવેગે ચાલ્યા જશે! સ્થાન...સમય...વગેરેની જાણ તમને થઈ જશે!'
દાસી ચાલી ગઈ.
અભયકુમારે દુકાનનું વિસર્જન કરી દીધું.
પોતાનું ધારેલું કામ, ધારણા મુજબ પાર પડ્યાનો આનંદ લઈને અભય રાજગૃહીના માર્ગે મારતે ઘોડે ૨વાના થયો.
రాజు
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
સુલસા