________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભયે ગંભીર બનવાનો ઢોંગ કર્યો અને કહ્યું : “આ તો રાજમહેલની વાત છે. હું તો સામાન્ય વેપારી છું...જો આ વાતની ખબર મહારાજા ચેટ કને પડી જાય તો મારે શૂળી ઉપર જ ચઢવું પડે ને?'
ના, ના તમે જરાય ચિંતા ના કરો. મારા પર વિશ્વાસ રાખો. આ વાત તદ્દન ગુપ્ત રહેશે...'
પણ મારું મન...' ‘નથી માનતું ને? મનાવી લો. રાજકુમારીની પ્રબળ ઇચ્છા છે, તે પૂર્ણ કરવી જ પડશે. શૂળી પર ચઢવાનું આવશે તો તમારા બદલે હું ચઢીશ, બસ? મને ચિત્ર આપો...'
અભયકુમારે પુનઃ ચિત્રની પૂજા કરી, ધૂપ કરી, સુંદર વસ્ત્રમાં લપેટી દાસીને આપ્યું. દાસી આનંદથી નાચી ઊઠી. ચિત્ર લઈને એ સુજ્યેષ્ઠા પાસે પહોંચી ગઈ.'
સુજ્યેષ્ઠા!
મહારાજા શ્રેણિકનું નયનરમ્ય ચિત્ર જોઈ તે ચિત્રમાં લીન થઈ ગઈ! જાણે એ યોગિની હોય ને સામે શિવ ભગવાન હોય! ભલભલી સ્ત્રીને ઈર્ષ્યા થાય એવું શ્રેણિકનું રૂપસૌન્દર્ય હતું. તેણે વિચાર્યું : “મારે આવો સુંદર અને સદ્દગુણી પતિ જોઈએ. આ સુંદર કાયામાં એમનું મન પણ કેવું વિશાળ અને ઉદાર હશે! આ વૃતિઃ શાંતિ મુI! એમની ભવ્ય આકૃતિ જ એમના ગુણ બોલે છે! જો મને આ શ્રેણિક પતિરૂપે મળે તો મારાં જનમોજનમનાં પુણ્ય ફળે!”
એણે પોતાની વિશ્વસનીય દાસીને બોલાવીને કહ્યું : “સખી, હું મારું જીવન આ ઉત્તમ પુરુષના ચરણોમાં ભક્તિભાવથી અને શ્રદ્ધાથી સમર્પિત કરવા ચાહું છું. મેં એમની અર્ધાગના બનવાનો પવિત્ર સંકલ્પ કર્યો છે. હવે તું જ માર્ગ બતાવ કે કેવી રીતે આ પુરુષ સાથે મારા લગ્ન થાય!”
હે દેવી, જે વેપારી આ ચિત્રને દેવની જેમ પૂજે છે, એને જ ઉપાય પૂછવો પડે. મને વિશ્વાસ છે કે એ વ્યાપારી જરૂર કોઈ સારો ને સચોટ માર્ગ બતાવશે.”
તો પછી તું વિલંબ ના કર. જલદી એની પાસે જા. મારી વાત કર. મારા વતી વિનંતી કર. એ આપણને સારો માર્ગ બતાવે.''
સુલાસા
૧૦૯
For Private And Personal Use Only