________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શેઠે ઘરે લઈ જઈ અભયકુમારની આગતા-સ્વાગતા કરી અને રાજમહેલની સામે જ એક દુકાન ભાડે અપાવી દીધી! અભયકુમારનું કામ થઈ ગયું! એણે દુકાનમાં, અંતેપુરની રાણીઓ માટે આવશ્યક એવી બધી જ સામગ્રી રાખી. દુકાન સારી રીતે સજાવી. આકર્ષક બનાવી. પેલા શેઠે પોતાના ધરે રહેવા માટે અભયકુમારને ઘણો આગ્રહ કર્યો, પણ અભયે બીજું જ મકાન ભાડે લઈ લીધું.
દુકાનમાં જ્યાં એની બેસવાની જગા હતી, તેની સામે જ ભીંત ઉપર મહારાજા શ્રેણિકનું ચિત્ર ગોઠવી દીધું. રાજમહેલની દાસીઓ ધીરે ધીરે અભયકુમારની દુકાને માલ-સામાન લેવા આવવા લાગી. બજાર કરતાં ઓછા ભાવે અભય દાસીઓને માલ આપવા લાગ્યો.
દાસીઓને દુકાન તરફ આવતી જોતો ત્યારે એ શ્રેણિકના ચિત્રની પૂજા ક૨વા લાગતો. દાસીઓ પૂછવા લાગી : ‘તમે જેની પૂજા કરો છો તે કોનું ચિત્ર છે?’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભયકુમાર કહેતો ‘આ શ્રેણિક મહારાજાનું ચિત્ર છે. હું એમને મારા આરાધ્યદેવ માનું છું!'
રાજકુમારી સુજ્યેષ્ઠાની દાસી પણ દુકાને આવતી હતી. એણે સુજ્યેષ્ઠાને શ્રેણિક રાજાના દિવ્ય ચિત્રની વાત કરી.
‘તો તો મારે એ ચિત્ર જોવું જ પડશે.' તેણે પોતાની અંગત સખી સમાન દાસી સુમંગલાને કહ્યું : ‘મારી સખી! મને એ વેપારી પાસેથી મહારાજા શ્રેણિકનું ચિત્ર લાવી આપ. મારે તે જોવું છે.
રાજમહેલમાં પ્રવેશવાના માર્ગ ઉપર બંને બાજુ અશોક અને આધ્રનાં ઘટાદાર વૃક્ષોની શીળી છાયા પથરાયેલી હતી. વસંતના આગમન સાથે તેઓ પણ મહોરી ઊઠ્યાં હતાં. એની ખટમધુરી સુગંધ ચારેબાજુ મહેંકતી હતી. એથી પુલકિત બનેલી કોયલ સપ્ત સ્વરે ગાન કરી રહી હતી. અત્યારે એના જ દિવસો હતા ને! નાચવા-કૂદવાના! ઊડવાના! ગાવાના!
૧૦૮
દાસી સુમંગલા એકલી જ, અભયકુમારની દુકાને આવી. અભયકુમારની નજીક બેસી એના કાનમાં કહ્યું : ‘હે મહાનુભાવ, તમે જે રાજા શ્રેણિકને દેવ માની પૂજા કરો છો, એ શ્રેણિકનું ચિત્ર જોવા મારી સખી રાજકુમારી સુજ્યેષ્ઠા ઉતાવળી થઈ છે. જો મને એ ચિત્ર આપો તો રાજકુમારીને એ ચિત્ર બતાવી હું પાછું તમને આપી જઈશ!'
For Private And Personal Use Only
સુલસા