________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતેપુરને શોભાવે છે, પિતાજીને તૃપ્તિ આપે છે...છતાં એમનું મન નવા નવા રૂપ ને આકાર તરફ આકર્ષાય છે! મોહનીય કર્મનો કેવો તીવ્ર ઉદય વર્તે છે એમને? ભગવાન મહાવીરના શ્રીમુખે શું એમણે આત્માનું તત્વજ્ઞાન નથી સાંભળ્યું? પરંતુ તત્ત્વજ્ઞાન સાંભળવું ભલે એક લહાવો હોય, પણ સંસારમાં કેટલા લોકો તત્ત્વજ્ઞાનના આધારે જીવે છે?
હું સમજું છું કે જીવનસંઘર્ષમાં કોઈ સાથે વેર બાંધવું નહીં, પરંતુ મારે ચેટક મહારાજા સાથે વેર બંધાવાનું! મારા પિતા એમને કટ્ટર શત્રુ લાગવાના! ખેર, પિતા પ્રત્યેનું મારું કર્તવ્ય મારે અદા કરવાનું છે...બાકી છલ-પ્રપંચ મને જરાય પસંદ નથી.'
વૈશાલીના પાદરમાં એક શૈવ મંદિર હતું. અભયકુમારે એ નિર્જન મંદિરમાં જઈ ગુટિકા-પ્રયોગ કર્યો. એક વ્યાપારીનો વેશ ધારણ કર્યો. રૂપ બદલી નાંખ્યું. ઊંચાઈ ઓછી કરી અને સ્વર જાડો કરી દીધો. એણે નગરમાં પ્રવેશ કર્યો ત્યારે પ્રભાતની વેળા હતી. મંદિરો ખૂલી ગયાં હતાં. ઘંટારવ સંભળાતો હતો. અભયે એક જિનમંદિરની બહાર અશ્વને ઊભો રાખ્યો. પોતે મંદિરમાં પ્રવેશ્યો. પરમાત્માની સ્તુતિ-પ્રાર્થના કરી. બીજો કોઈ દર્શનાર્થે આવે, એની રાહ જોતો એ મંદિરમાં ધ્યાનસ્થ મુદ્રામાં બેઠો.
થોડીવારમાં જ એક વૃદ્ધ પુરુષ એક નાના બાળક સાથે મંદિરમાં આવ્યા. વિધિપૂર્વક તેમણે દર્શન-પૂજન કર્યું. ભાવ-ભક્તિ કરી તેઓ મંદિરમાંથી બહાર નીકળ્યા, કે તેમની પાછળ જ અભયકુમાર બહાર આવ્યો.
પિતાતુલ્ય મહાનુભાવ! જય જિનેન્દ્ર!” “જય જિનેન્દ્ર ભાઈ! ક્યાંથી આવો છો? અહીંના નથી લાગતા.' “હા જી, હું રાજગૃહીથી આવું છું. વેપાર માટે જ આવ્યો છું.'
તો ચાલો મારા ઘરે, મારા સાધર્મિક છો. મને ભક્તિનો લાભ આપો.'
‘આપની કૃપા! હું નગરીમાં અજાણ્યો છું. આપનું માર્ગદર્શન મને ઉપયોગી બનશે.'
ભાઈ તમારું નામ?' “મને લોકો કુશળકુમાર કહે છે.”
લસા
૧૦૭
For Private And Personal Use Only