________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનતંત્રીમાં બજે છે? વસંત વાસ્તવમાં હોય છે કે ભાવનામાં ચિત્રિત થાય છે?
પતિના અવસાનથી અને પ્રભુના દૂર ચાલ્યા જવાથી કોણ જાણે કેવી રીતે પ્રકૃતિની શોભા, સંગીતના ઝંકાર અને મનનું સ્વપ્ન-બધું ખોવાઈ ગયું. મારી આંખ સામેથી. પતિના વિરહથી તીર્થયાત્રા માટે જીવ વ્યાકુળ થતો હતો, ત્યાં હવેલીના ધારે ભગવા વસ્ત્રધારી, હાથમાં ત્રિદંડ અને કમંડળ, જટાધારી, છત્રધારી, ભવ્ય દેહાકૃતિવાળો યોગી આવીને ઊભો. સુલસા ઊભી રહી. તેણે યોગીને આદર ન આપ્યો. યોગીએ કહ્યું : “મા, મને ભોજન આપ.'
સુલતાએ દાસીને કહ્યું : “આ ભિક્ષુકને ભોજન આપ.” યોગીએ કહ્યું : “ના, આ રીતે હું ભોજન ગ્રહણ કરતો નથી. મારું પાદપ્રક્ષાલન કરીને પછી ભોજન આપ.”
સુલતાએ કહ્યું : “હું મારા વીર પ્રભુના ભક્તોનું જ પાદપ્રક્ષાલન કરું છું ને ભોજન આપું છું.'
અંબડ પરિવ્રાજક ચુપચાપ નગરની બહાર ચાલ્યો ગયો. એના મનમાં સુલતાનું જીવંત ચિત્ર દોરાઈ ગયું હતું.
એની આંખોમાં કેવી નિર્મળતા હતી! તેમાંથી તેજના ફુવારા છૂટતા હતા. તેનું મુખ બ્રહ્મતેજથી ચળકતું હતું. એની વાણી ચંદનથી પણ વધુ શીતલ હતી. ભોજન માટે ના ન પાડી, પણ પાદપ્રક્ષાલન માટે ના પાડી. છતાં એમાં કોઈ તિરસ્કારનો ભાવ ન હતો. એના મુખ પર જેમ આદરનો ભાવ ન હતો તેમ અનાદરનો પણ ભાવ ન હતો. ભગવાન અને ભગવાનના સંધ પ્રત્યે એની નિષ્ઠા જોવા મળી... જેમ હું જિનેશ્વર કે જિનેશ્વરની મૂર્તિ સિવાય કોઈને નમસ્કાર કરતો નથી, તેમ આ શ્રાવિકા પણ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાનું જ પાદપ્રક્ષાલન કરે, એમને જ આદરસત્કાર આપે, તે સ્વાભાવિક છે. એની સૌમ્યતા કેવી હતી! શરીર પર આભૂષણ ન હતાં. મૂલ્યવાન વસ્ત્રો ન હતાં, માત્ર શ્વેત વસ્ત્રો પરિધાન કરેલાં હતાં, છતાં એનું વ્યક્તિત્વ પ્રભાતનાં અજવાળાં પાથરતું હતું. હવે મારે એની શ્રદ્ધાની-સમ્યગ્દર્શનની પરીક્ષા કરવાની છે. જો કે એને પ્રત્યક્ષ જોયા પછી મને વિશ્વાસ જાગે છે કે એ મારી પરીક્ષામાં સો ટકા ઉત્તીર્ણ થઈ જશે.
સુલસા માટે આ ઘટના સામાન્ય હતી. મોટી હવેલી સમજી સાધુ
૨૦૮
સુલાસા
For Private And Personal Use Only