________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંન્યાસી-બાવા-યાચકો આવતા રહેતા. સહુને આ હવેલીમાંથી ભોજન મળતું. પાણી મળતું. વસ્ત્રો મળતાં અને આશ્વાસન પણ મળતું. સુલસાએ અંબડ પરિવ્રાજકમાં બીજા સંન્યાસીઓ કરતાં કેટલીક વિશેષતાઓ જોઈ. તેની આંખોમાં અવિકારિતા જોઈ. તેના શબ્દોમાં સંયમ જોયો. તેના વ્યવહારમાં સરળતા જોઈ. એને એમ લાગેલું ખરું કે હું પગ ધોવાની ના પાડીશ એટલે એ ગુસ્સો કરશે! અથવા પગ પછાડી નારાજી વ્યક્ત કરશે! પરંતુ એણે એવું કંઈ ન કર્યું. બહુ સહજતાથી એ ચાલ્યો ગયો.
‘છતાં મને બરાબર યાદ છે કે એ મને નખશિખ ઓળખવા પ્રયત્ન કરતો હતો. તેના દેહની ઉજ્વલ કાંતિ અને એના ભવ્ય લલાટે દેખાતી રેખાઓ.. એની ઉત્તમતાની સાક્ષી પૂરતાં હતાં. છતાં હવે હું ઘરમાં એકાકી છું. દાસીઓ છે, પણ પુરુષ નથી એટલે આવા યોગી - સંન્યાસીઓને મારે ઘરમાં પ્રવેશ ન આપવો જોઈએ...”
આજે હું હવેલીની અટારીએ ઊભી છું. આસપાસ વૈભવ છે, મારા પ્રત્યેક આદેશને ઝીલવા તત્પર દાસીઓ છે. રાજગૃહીમાં સ્ત્રી-પુરુષો મને પ્રેમથી હાથ જોડે છે. બધું છે.. પણ પતિ ચાલ્યા ગયા...મન અસ્વસ્થ બની ગયું અને મન સ્વસ્થ હોય તો જ જીવને શાન્તિ વળે. ત્યારે જ જીવન સુખી કહેવાય, એક અનિવાર્ય ઘટનાના વિકૃત ઉંદરે મારા જીવનના ઉપવસ્ત્રને કેટલીય રાતોમાં કોતરી નાખ્યું છે.
જ્યારે જ્યારે આ હવેલીના ભવ્ય દ્વારને હું નિહાળું છું ત્યારે મારું જીવન પવનની આંધીમાં ઊડતાં સૂકાં પાનની જેમ ક્યાંય દૂર સુધી પહોંચી જાય છે. છેલ્લાં પચાસ વર્ષોની યાત્રા કરીને પાછું આ દેહના પિંજરામાં પુરાઈ જાય છે! પચાસ વર્ષોનો કાળ! મેં કેવી રીતે વિતાવ્યો? મારા મનના સઘન આકાશમાંથી અતીતની સ્મૃતિઓની વર્ષા ધારાઓ વરસવા લાગી! તેમાં એક ધારા હતી મારા પ્રાણપ્રિય- મારા જીવનાધાર પ્રભુ વીરની સ્મૃતિ! આ
સ્કૃતિ અને આનંદથી ભરી દે છે. એ પ્રભુ મળ્યા એટલે મારી બધી ઇચ્છાઓ પૂર્ણ થઈ ગઈ! મારું સમગ્ર વ્યક્તિત્વ પ્રભુમાં વિલીન થઈ ગયું... અને હવે વૈધવ્ય-કાળમાં તો મારે મારા નાથનાં-પ્રભુનાં જ ગીત ગાવાં છે... એમની જ સ્તવના કરવી છે. એમનું જ ધ્યાન કરવું છે. એમના જ આપેલા જ્ઞાનના અજવાળે જીવવું છે...'
સુલાસા
૨૦૯
For Private And Personal Use Only