________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજે રાજગૃહી નગરીના તમામ માર્ગો સૂના હતા. સૌ નગરીના પૂર્વદિશાના દરવાજે પહોંચ્યાં હતાં. લોકો પોતાના હાથમાં ફળ-ફૂલ-નૈવેદ્ય લઈને દોડતા હતા. કેટલાક લોકો બૂમો પાડીને જાહેર કરતા હતા : પૂર્વ દિશાના દરવાજાની બહારના મેદાનમાં સ્વયં બ્રહ્માજી આવ્યા છે,
હંસનું વાહન છે. તેના પર પદ્માસને બ્રહ્માજી બેઠા છે. ચાર દિશામાં એમના ચાર મુખ છે. એક હાથમાં કમંડલ હતું, બીજા હાથમાં રૂદ્રાક્ષની માળા હતી.
બ્રહ્માજીની પાસે એમનાં પત્ની સાવિત્રીદેવી બિરાજેલાં હતાં. અદ્ભુત રૂપ...ને અનુપમ સૌન્દર્ય! લોકો જેટલી એકાગ્રતાથી બ્રહ્માજીને જોતા, એટલી જ એકાગ્રતાથી સાવિત્રીને જોતા હતા. બ્રહ્માજી લોકોને ત્યાં વેદમાર્ગ’ સમજાવતા હતા. બ્રહ્માજીના અનુયાયી ભક્તો રાજગૃહીની ગલીગલીમાં ફરતા બ્રહ્માજી પાસે જવા લોકોને કહેતા હતા.
સુલતાની કેટલીક સખીઓ બ્રહ્માજીનાં દર્શન કરી આવીને સુલતાને કહેવા લાગી : “સુલસા, તું કેમ બ્રહ્માજીનાં દર્શન કરવા, એમનો ઉપદેશ સાંભળવા નથી ગઈ? ચાલ, ચાલ, આપણે જિંદગીમાં ક્યારેય જોયું ન હોય તેવું બ્રહ્માજીનું રૂપ છે! બ્રહ્મદેવલોકમાંથી સ્વયં ઊતરી આવ્યા છે! રાજગૃહીનાં ભાગ્ય છે કે બ્રહ્માજી એને પવિત્ર કરી રહ્યા છે. તે ચાલ, એમનો ઉપદેશ સાંભળ, ધન્ય થઈ જઈશ...”
મારી સખીઓ, મને બ્રહ્માજીને જોવાનો કોઈ રસ નથી. પ્રભુ વીરને જોયા પછી...હવે બીજા કોઈ દેવને જોવા મન જરાય ઇચ્છા કરતું નથી...ત્યાં સુલતાના મુખમાંથી ગીત સરી પડ્યું :
મનમાં તમે વસ્યા છો સ્વામી કૂલમાં જેમ સુવાસ તમ રટણમાં રણઝણતા રહે મારા એક એક શ્વાસ...મનમાં ફૂલ ચહે ભમરાને, ચાહે ચંદ્રને જેમ ચકોર પળપળ પ્રાણમાં મારા કંઠે તારા નેહનો શોર...મનમાં
૨૧0
સુલતા
For Private And Personal Use Only