________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનાથ-નિરાધાર બનીને ભટકતો રહે? આ બધું આ ભયાનક સંસારમાં દેખાય છે ને? કેમ વિષ્ણુ ભગવાન આ બધાંનાં દુઃખ દૂર કરતા નથી? કેમ પાલન કરતા નથી?
ખેર, એ ગમે તે હોય કે ગમે તેવા હોય, મારે તેમની સાથે કોઈ નિસબત નથી.'
પણ જોવા તો ચાલ...'
મેં ગઈ કાલે પણ તમને કહેલું કે મને પ્રભુ વીર સિવાય કોઈનેય જોવામાં રસ રહ્યો નથી.”
પરંતુ આ ભગવાન તો આત્માનો ઉપદેશ આપે છે.. જે ઉપદેશ ભગવાન મહાવીર પણ આપે છે...”
મારી બહેનો, ઉપદેશ-ઉપદેશમાં ફરક છે! ભગવાન મહાવીર કહે છે દરેક નાના-મોટા શરીરમાં સ્વતંત્ર આત્માઓ રહેલા છે. આત્મા અનંત છે! જ્યારે વેદોમાં કહ્યું છે “આત્મા એક જ છે અને સર્વવ્યાપી છે. જુદાજુદા જે આત્માઓ દેખાય છે તે પેલા બ્રહ્મસ્વરૂપ આત્માનાં ભિન્ન ભિન્ન પ્રતિબિંબો છે!”
એમ માનવામાં શું વાંધો?
મોટો વાંધો! સાંભળો, એક દૃષ્ટાંતથી આ વાત સમજાવું! આકાશમાં પૂર્ણિમાનો ચન્દ્ર ખીલ્યો છે.. ધરતી પરનાં સરોવરોમાં એનાં જુદાં જુદાં પ્રતિબિંબ પડે છે! પણ એ આકાશના ચંદ્ર ઉપર વાદળ આવી જાય તો કોઈ પ્રતિબિંબ દેખાય ખરું? નહીં ને? તો, એક આત્માની મુક્તિ થઈ જાય, તો બધા આત્માઓની મુક્તિ થઈ જવી જોઈએ ને? એક આત્મા નરકમાં જાય, તો બીજા બધા આત્માઓ નરકમાં જવા જોઈએ ને? નથી જતા ને? એમનાં શાસ્ત્રોમાં જ આવે છે. અમુક લોકો સત્કાર્ય, યજ્ઞ આદિ કરી સ્વર્ગે ગયા અને અમુક લોકો પાપ કરી નરકમાં ગયા! એક જ આત્મા હોય તો આ કેવી રીતે બને?
મહાવીર પ્રભુનું કથન સાચું છે. શંકા વિનાનું છે. દરેક આત્મદ્રવ્ય સ્વતંત્ર છે. તે આત્મા પોત-પોતાનાં પુણ્ય-પાપ મુજબ સ્વર્ગ કે નરક પામે છે. જે સર્વ કર્મોનો ક્ષય કરે છે તે મુક્તિ પામે છે. મારી બહેનો, મને તો વિર. પ્રભુની જ વાત સાચી લાગી છે, ગમી છે અને અંતરમાં ઊતરી છે.'
૨૧૪
સુલતા
For Private And Personal Use Only