________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મળ્યા છે. એટલે ત્યાં જઈશું. એ પહેલાં દીન-હીન-અપંગજનોને ખૂબ દાન આપવાનું શરૂ કરવાનું છે.”
ભદ્રા અને સુલસા, બંને સ્તબ્ધ થઈ ગયાં!
જ્યારે શાલિભદ્ર ધન્નાજીની વાત સાંભળી કે “ધન્નાજી પત્નીઓ સાથે પ્રભુ વીર પાસે વૈભારગિરિ ઉપર જાય છે...' એ પણ તરત જ હવેલીનાં પગથિયાં ઊતરી ગયો. ધાજીની સાથે થઈ ગયો.
બીજી બાજુ, ભદ્રાએ મહારાજા શ્રેણિકને આ બધી વાતની જાણ કરી. મહારાજા પૂરા પરિવાર સાથે વૈભારગિરિ ઉપર પહોંચ્યા. આખી રાજગૃહી રમણે ચઢી હતી. હજારો સ્ત્રી-પુરુષોથી વૈભારગિરિ ઊભરાઈ રહ્યો હતો. માત્ર મગધ દેશનો જ નહીં, માત્ર ભારતનો જ નહીં... વિશ્વનો એક શ્રેષ્ઠ દિવ્ય ભોગોને ભોગવનાર રૂપવાન, ગુણવાન અને બલવાન યુવક સર્વસ્વનો ત્યાગ કરી, પ્રભુ વીરના ચરણોમાં જીવન સમર્પિત કરતો હતો. ધન્નાજીએ પણ પોતાની આઠ પત્નીઓ સાથે દીક્ષા ગ્રહણ કરી... દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. દેવીઓએ નૃત્ય કર્યું. વિવિધ વાજિંત્રોથી આકાશ ગુંજી ઊઠ્યું. ધન્ય શાલિભદ્ર! ધન્ય ધન્નાજી! ના હર્ષધ્વનિ થવા લાગ્યા. શાલિભદ્ર મુનિ પ્રભુ વીરનાં ચરણોમાં મસ્તક મૂકી પ્રાર્થના કરે છે.
નાથ, હું સમગ્રતયા તારો થયો છું. આજ લગી મારી ભીતરના જે અંશો તારા થવાની આનાકાની કરતા હતા તે માની ગયા છે.
હવે સમગ્ર જગત મા થયું છે. હું સમગ્ર જગતનો થયો છું. આજ લગી જગતનાં જે સુખો મને લલચાવતાં હતાં તે છૂટી ગયાં છે. વળી, આજ હું ગંભીરતમ છતાં હલકોફૂલ આનંદપૂર્ણ થયો છું. મારા માથે પ્રભુ તું છે! છતાં તૃણ સાથેય મારે જુદાઈ નથી.
નાથ! તે મારો ઉદ્ધાર કર્યો છે. મારા અન્નના પિંડને આનંદના કુંભમાં તથા મારા ધૂમ્રાચ્છાદિત મૂમય પ્રાણને સ્ફટિક-સ્વચ્છ ચિન્મય જીવનશક્તિમાં પલટાવ્યો છે. પણ નાથ, તે મને કેવો ઉદ્ધર્યો છે, તે બીજાને બરાબર કહેવા માટે ખરેખર શબ્દો જ નથી! પ્રભો! તારા ચરણની રજમાં પણ જે ઐશ્વર્ય છે, તે મહિપતિઓના
સુલાસા
૧૩૩
For Private And Personal Use Only