________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુગટમાં નથી. તારી નમણી આંખોમાં જે પ્રેમ છે તે, જગ જેને પ્રિયતમપ્રિયતમા શબ્દથી સંબોધે છે, તે તેમના ઉત્તમોત્તમ ભાવમાં ય નથી. તારી કૃપાના શૂન્ય અંશમાં પણ જે મબલખતા છે, તે બીજા અનંતોની હારમાળાઓમાં ય નથી!
હે પ્રભુ! મને તારાથી અધિક કોઈ વહાલું નથી. અને પ્રકૃતિમાં હજી રહેલી અપૂર્ણતાથી અધિક કોઈ અળખામણું નથી તેં મને બાથમાં લેવાની શરૂઆત કરી છે, તો મારે હવે એ બાથ ખોવી નથી તથા મારી નિમ્ન પ્રકૃતિએ એની ચૂડ ઢીલી કરી છે તો હવે મારે એ ચૂડમાં ફરી કદી ભીંસાઈ મરવું નથી.
ઊર્ધ્વતમ શક્તિ! તેં મને સહસ્સેદલની ઉપર રહેવા જગ્યા આપી છે તો હવે મારે મૂલાધારની નીચેના ઓરડામાંથી મારી બેઠક ઉપર ખસેડવી છે. જેટલું બની શકે તેટલું જલદી મારે તારી સાથે પૂર્ણતઃ એક બનીને નિરંતર રહેવું છે.'
૧૩૪
સુલાસા
For Private And Personal Use Only