________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
L
૧૮
સુલસા
શ્રમણ ભગવાન મહાવીરે રાજગૃહીમાં ચાતુર્માસ વ્યતીત કર્યું. વર્ષાવાસ પૂર્ણ થતાં પ્રભુએ ચંપાનગરી તરફ વિહાર કર્યો. ચંપાના રાજા દત્તનો રાજકુમાર મહાચંદ્ર પ્રભુનો ધર્મોપદેશ સાંભળી પ્રભાવિત થયો. તેણે ગૃહસ્થધર્મનાં બાર વ્રત લીધાં. ભગવાન તો ત્યાંથી વિહાર કરી ગયા, પરંતુ રાજકુમાર મહાચંદ્રે ધર્મચિંતન કરતાં કરતાં વિચાર્યું કે ‘હવે જો પ્રભુ ચંપામાં પધારે તો હું દીક્ષા લઈ પ્રભુનાં ચરણોમાં સમર્પિત થઈ જાઉં!'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ પુનઃ ચંપામાં પધાર્યા. રાજકુમારે દીક્ષા લઈ લીધી.
ત્યાંથી વિહાર કરી પ્રભુ સિંધુ-સૌવીર દેશની રાજધાની વીતભયનગરમાં પધાર્યા. ત્યાંનો રાજા ઉદ્યણ પ્રભુ વીરનો ઉપાસક હતો. એ ખૂબ આતુરતાથી પ્રભુની પ્રતીક્ષા કરી રહ્યો હતો. પ્રભુ પધાર્યા. રાજા અને પ્રજા હર્ષથી નાચી ઊઠી. પ્રભુનાં દર્શન-વંદન કરીને, પ્રભુનાં ઉપદેશવચનો સાંભળીને સૌ કૃતાર્થ
થયા.
પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. તેઓ વાણિજ્યગ્રામ પધાર્યા અને ત્યાં ચાતુર્માસ કર્યું. ચાતુર્માસ પૂર્ણ કરી પ્રભુ વારાણસી પધાર્યા. વારાણસીમાં હજારો શ્રમણો સાથે પ્રભુએ કોષ્ટક-ચૈત્યમાં સ્થિરતા કરી, પ્રભુ પધાર્યાના સમાચાર જાણી વારાણસીનો રાજા જિતશત્રુ સપરિવાર પ્રભુને વંદન કરવા કોષ્ટક ચૈત્યમાં આવ્યો. વિનયપૂર્વક વંદના કરી પ્રભુનો ધર્મોપદેશ સાંભળ્યો.
તે વખતે ચુલ્લિની-પિતા અને એની પત્ની શ્યામા, પ્રભુના ઉપદેશથી અત્યંત પ્રભાવિત બન્યાં અને બંનેએ ગૃહસ્થધર્મનાં બાર વ્રત ગ્રહણ કર્યાં.
આ દંપત્તીની જેમ જ સુરાદેવ અને એની પત્ની ધન્યાએ પણ બાર વ્રત ગ્રહણ કર્યાં. ભગવાન મહાવીરના અનન્ય ઉપાસક દસ શ્રાવકોમાં આ બેફુલ્લિની પિતા અને સુરાદેવનાં નામ છે!
વારાણસીથી ભગવાન આલંભિયા પધાર્યા. પ્રભુ ત્યાં ‘શંખવન’ નામના ઉદ્યાનમાં ઊતર્યા. રાજા જિતશત્રુ પ્રભુને વંદન કરવા ગર્યા. ભગવંતનો ધર્મોપદેશ સાંભળી હર્ષિત થયો.
For Private And Personal Use Only
૧૬૫