________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શંખવનની નજીક જ “પગલ' પરિવ્રાજકનો મઠ હતો. તીવ્ર તપ કરવાથી એને વિર્ભાગજ્ઞાન થયું હતું. એ પ્રભુના પરિચયમાં આવે છે. પ્રભુની પરમ કરુણાથી અને અનંતજ્ઞાનથી પ્રભાવિત થાય છે. તે પ્રભુ પાસે દીક્ષા લે છે. દીક્ષા લીધા પછી પણ ઘોર તપશ્ચર્યા કરી, સર્વ કર્મોનો નાશ કરી તે મુક્તિ પામે છે.
ત્યાં ચલણીશતક નામનો ધનાઢ્ય શ્રાવક પોતાની પત્ની બહુલા સાથે, પ્રભુ પાસે ગૃહસ્થ ધર્મનાં બાર વ્રત ગ્રહણ કરે છે. એ દંપતી મન-વચનકાયાથી પ્રભુ પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા ધરાવે છે...
પરંતુ રાજગૃહીમાં સુલસા પ્રભુના વિરહમાં અત્યંત વ્યથિત બનેલી છે. તેના આત્માના પ્રદેશેપ્રદેશે વીર...વિર...નો નાદ ઊઠી રહ્યો છે. પાણી વિનાની માછલી જેવો તરફડાટ એ અનુભવી રહી છે. રાણી ચેલણાને, અને અભયકુમારને પૂછે છે : “પ્રભુ રાજગૃહી ક્યારે પધારશે?” મન આનંદવિભોર થઈ જાય તેવો ઉત્તર મળતો નથી...એ નિરાશ થઈ જાય છે. એકલી એકલી ગુણશીલ-ચૈત્યના પરિસરમાં પહોંચી જાય છે. અને એનું હૈયું સંવેદનશીલ બની ગાવા લાગે છે :
અહીં માગ્યું'તું મિલન મધુરું એ જ “ગુણશીલ'નું સ્થાન, કાંઈ કશું પલટાયું નથી, આ રમ્ય એ જ ઉદ્યાન! અહીં તમારો અંશ? જાણે મળે એનું એંધાણ, અને કશું નહીં એવું કે જે ભૂલવે મારું ભાન! ધીર ગતિએ વૃક્ષો નમતાં જલનો એ હિલ્લોળ અને કશું એવું નહીં કે જે ભૂલવે મારું ભાન! ડાળઝાળથી ઊડી પંછી મચવે શો કિલ્લોલ! ઊડતા એ આનંદ રંગને નહીં શકું હું માણી? ચિત્તે મારા સાવ અચિંતી દિશા લીધી અણજાણી? પણ તવ દર્શને નવ કનડે કોઈ વંદના છાની, તવ વચનામૃત પાન કરીને દુનિયા છોડીશ ફાની! એનું એ “ગુણશીલ' છતાંય નથી પ્રભો તવ સાથ, એથી મને વસમો લાગે છે ઊંડેરો આઘાત! ક્ષણે ક્ષણે મારા હૈયામાં એવી થતી ધ્રુજારી, કંપી કંપી ઊડી રહી છે. આ રોમ તણી ફુવારી!
૧૬૩
સુલાસા
For Private And Personal Use Only