________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભો! આ ઉપવન, અને સઘળી નિસર્ગ લીલા,
જોવું, માણું, કહ્યું અને મન મેલાં થઈ જાય ઊજળાં! જાણે સુલતાની પ્રાર્થના, સુલતાની પ્રેમયાચના સાંભળીને પ્રભુ રાજગૃહી પધાર્યા. “ગુણશીલ” ચૈત્યમાં સ્થિરતા કરી. દેવોએ સમવસરણની રચના કરી. પ્રભુની દિવ્ય પ્રભાવવાળી વાણી સાંભળી અનેક સજ્જન-દુર્જનોએ પ્રભુની પાસે દીક્ષા લીધી. મંકાતી અને કિક્રમ જેવા મહાનુભાવોએ દીક્ષા લીધી તો અર્જુનમાળી જેવા કૂર પાપી પુરુષે પણ દીક્ષા લીધી. કાશ્યપ નામના શ્રીમંત ગૃહપતિએ પણ દીક્ષા લીધી. ૧૬ વર્ષ સુધી સાધુધર્મનું પાલન કરી, અંતે વિપુલ પર્વત ઉપર અનશન કર્યું અને મુક્તિ પામ્યા.
રાજા શ્રેણિકની આગ્રહપૂર્ણ વિનંતીથી પ્રભુએ રાજગૃહીમાં જ ચાતુર્માસ કર્યું. સુલસા જાણે આકાશમાં ઊડવા લાગી! એનો એક પગ ઘરમાં તો બીજો પગ ગુણશીલ ચૈત્યમાં સુલતાને કોઈ સ્નેહીએ પૂછયું : “સુલતા! તું આટલાં બધાં પ્રભુનાં ગીત કેમ ગાય છે?' સુલસા કહે છે :
જ્યારે કરું કામ પ્રભુ દેતા મને માન,
જ્યારે ગાઉ ગીત કરે પ્રેમ ભગવાન આમ તો આ સૃષ્ટિમાં મારું કોઈ પ્રયોજન નથી. દુન્યવી પ્રયોજનો તો આપણને આપણાથી અને પરમાત્માથી જોજનનાં જોજન દૂર ને દૂર લઈ જાય છે અને રસ્તાને વધુ ને વધુ વિકટ કરી મૂકે છે. હું તો અહીં કેવળ ગાવા આવું છું. અને મારે પ્રભુ સિવાય કોઈનું ગીત ગાવું નથી. મારો વિષય પણ પ્રભુ, મારો આશય પણ પ્રભુ અને મારી અભિવ્યક્તિ પણ પ્રભુ! ગાવું છે ખરું પણ શૂન્યાવકાશમાં ગાવું નથી. તમારા સમવસરણમાં એક અછડતું સ્થાન આપી દો! પછી હું ગાઈને તમારી સાથે સદાયે લયના તાંતણે બંધાયેલી રહીશ. તમારું સમવસરણ ભરેલું છે. એમાં મહત્તા પુરવાર થાય એવું કોઈ સત્તાનું સિંહાસન નથી જોઈતું, પણ એકાદ ખૂણે કે જ્યાં હું મારું મયૂરાસન રચી શકું! આ વિશાળ વિશ્વભવનમાં અનેક લોકો છે, એમને અનેક કામો છે, મારે તો તમને ગાવા છે, એ સિવાય કશુંય કામ નથી. તમને જોયા કરું! અકારણ સૂરથી છલકાયા કરું, એથી વિશેષ અને એથી અલ્પ મને કશુંય ન ખપે!
આખી દુનિયા સૂઈ ગઈ હોય, કોલાહલ શમી ગયો હોય, બજારો બંધ થઈ ગયાં હોય ત્યારે આખી રાત નીરવ મંદિર જેવી લાગે છે. આ નીરવ
સુલાસા
૧૩૭
For Private And Personal Use Only