________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંદિરમાં માત્ર હું અને તમે, હું પણ નહીં. આ પૂજાની વેળા છે. અહંની શરણાગતિની વેળા છે. અને પરમ પિતાની ફરમાઈશથી ગીત ગુંજવાનો આનંદ કોઈ અનેરો હોય છે! પરમાત્માન એક અણસારો.- એ આંખ માથા પર ચઢાવવાની વાત છે. રાતથી જાણે, કે પૂજાનો પ્રકાર હોય તેમ પ્રારંભ પામેલું ગીત સવાર લગી પણ એના ઝીણા સૂર પારિજાતનાં ફૂલની જેમ ઝરતા રહેશે. આ ગીત તો તમને પામવા માટે નિમિત્ત છે! તમારો પાવન સંગ એ જ મોટામાં મોટું વરદાન
અહીં આવી છું કેવળ ગાવા પ્રભુ! તમારાં ગાન! મને દઈ દો સમવસરણમાં એક અછડતું સ્થાન! મને વિશાળ વિશ્વભવનમાં નહીં કશુંયે કામ, કોઈ અકારણ સૂરથી છલકે પ્રાણ અહો! અભિરામ! રાત્રિના નીરવ મંદિરમાં પૂજન-વેળા જ્યારે, અણસારે આદેશ મને દો ગીત ગુંજવા ત્યારે! પરોઢિયાને પવને રણકે ઝણકે સોનલ વીણા, ત્યારે પણ આ હૈયું ઝરતું ગીત સૂરમાં ઝીણા! મળે તમારો પાવનકારી સંગ, એ જ વરદાન,
મને દઈ દો સમવસરણમાં એક અછડતું સ્થાન! આ ગીતમાં સુલતાના હૃદયની તન્મયતા ને તલ્લીનતા જોવા મળે છે. આરજૂઅને આદ્રતા છે. એ કંઈક અલૌકિક ઝંખે છે. એના કંઠમાંથી ગીત સરી પડે છે. એનું હૈયું એ પ્રભુને સમર્પી દે છે.
વર્ષાવાસ પૂર્ણ થયા પછી પણ પ્રભુ રાજગૃહીમાં રહ્યા હતા.
એક દિવસ રાજા શ્રેણિક વગેરે ભગવાનની પાસે બેઠા હતા. ત્યાં એક કોઢી પણ બેઠો હતો. ભગવાનને છીંક આવી. પેલો કોઢી બોલી ઊઠયો: ‘આપનું વહેલું મૃત્યુ થાઓ!' પછી રાજા શ્રેણિકને છીંક આવી. કોઢી બોલ્યો: “ઘણા દિવસો જીવો!” થોડીવાર પછી અભયકુમારને છીંક આવી. કોઢી બોલ્યો : “તમે જીવો તો સારું અને મરો તો પણ સારું!' એટલામાં ત્યાં આવેલા કાલસૌરિક કસાઈને છીંક આવી. કોઢીએ કહ્યું : “તું જીવ પણ નહીં અને મર પણ નહીં.” કોઢીએ ભગવાનને મારવાની વાત કરી હતી તેથી શ્રેણિકને એના પર
૧૩૮
સુલાસા
For Private And Personal Use Only