________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માર્યા છે!' શ્રેણિકે કૂવામાં જોયું તો ભગવાનની વાત સત્ય લાગી. તેણે કસાઈને કૂવામાંથી બહાર કાઢી એના ઘેર મોકલ્યો.
શ્રેણિકે વિચાર્યું : “મેં જ અજ્ઞાન દશામાં પાપકર્મો બાંધ્યાં છે. રાચીમારીને બાંધ્યાં છે, એટલે એનું ફળ ભોગવવા માટે નરકમાં જવું જ પડશે. પરમાત્મા સર્વજ્ઞ-સર્વદર્શી છે. એ કહે તે યથાર્થ જ હોય.
શ્રેણિકે રાજગૃહીમાં અને પોતાના રાજ્યના તમામ ગામ-નગરોમાં ઘોષણા કરાવી : “જે કોઈ પ્રભુ વીર પાસે દીક્ષા લેશે, એને હું રોકીશ નહીં.”
ઘોષણા સાંભળીને સર્વપ્રથમ અભયકુમારે દીક્ષા લેવાની શ્રેણિકને જાણ કરી. અભયકુમારની સાથે શ્રેણિકના બીજા ૨૨ પુત્રો પણ દીક્ષા લેવા તત્પર થયા.
બીજી બાજુ રાણીવાસમાં પણ ખળભળાટ મચી ગયો. અભયકુમારની માતા રાણી નંદા પણ દીક્ષા લેવા તૈયાર થઈ. તેની સાથે નંદમતિ, નંદોત્તર, નંદસેના, મહયા, સુમરુતા, મહામતા, મરુદેવા, ભદ્રા, સુભદ્રા, સુજાતા, સુમના અને ભૂતદત્તા - એ શ્રેણિકની ૧૩ રાણીઓ પણ પ્રવજ્યા ગ્રહણ કરવા તત્પર બની.
સુલતાનો નંદા સાથે અને અભયકુમાર સાથે નિકટનો સંબંધ હતો. સુલતા રાજમહેલમાં પહોંચી. નંદાને મળી, ભેટી અને હર્ષનાં આસું વહાવ્યાં.
હે મહારાણી! તમે ધન્યાતિધન્ય છો. રાજમહેલ અને રાજસંપત્તિનો ત્યાગ કરી પ્રભુ વીરનાં ચરણોમાં સર્વસ્વ સમર્પિત કરી રહ્યાં છો. તમે આ ભવ અને પરભવને સાર્થક કરી રહ્યાં છો. હું અભાગી છું...સર્વવિરતિમય ચારિત્રજીવન જીવવાના અધ્યવસાય જ નથી જાગ્રત થતા. કેવું ગાઢ ચારિત્રમોહનીય કર્મ મેં બાંધ્યું હશે?”
સુલસા! તમે શોક ન કરો. તમે તો તીર્થંકરનો આત્મા છો! તમે તો ભવસાગર તરવાના, સાથે સાથે હજારો-લાખો જીવોને બુદ્ધ બનાવવાનાં. તમે મુક્ત બનવાનાં અને અસંખ્ય આત્માઓને મોક્ષ પમાડવાનાં છો! ભાવિ તીર્થકરના પર્યાયે હું તમને પ્રણામ કરું છું.' દેવી તમારો સંયમમાર્ગ નિર્વિઘ્ન હો !
ત્યાં અભયકુમાર આવી ગયા. અભયકુમારે સલસાનાં ચરણોમાં પ્રણામ કર્યા. સુલસાની આંખો ભરાઈ આવી. ગળે ડૂમો ભરાઈ ગયો. તે કંઈ ના બોલી શકી. માથે બે હાથ મૂકીને લથડતી જીભે બોલી – ‘તમારો માર્ગ શુભ હો!”
સુલતા
૧૭૩.
For Private And Personal Use Only