________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રમણ ભગવાન મહાવીરે રાજગૃહીંથી વિહાર કર્યો. પ્રભુ “આલંબિયા' નગરમાં પધાર્યા. ત્યાં ઋષિ ભદ્રપુત્ર નામના ધનાઢય શ્રાવકે પ્રભુ પાસે દીક્ષા લીધી.
ત્યાંથી વિહાર કરી પ્રભુ કૌશામ્બીમાં પધાર્યા. દેવોએ સમવસરણની રચના કરી. કૌશામ્બીનો રાજા ઉદયન નાની ઉમરનો હતો. એની માતા મૃગાવતી દેવી રાજ્યનું સંચાલન કરતી હતી. ભગવંતના સમવસરણમાં એ ગઈ. પ્રભુનો ઉપદેશ સાંભળી તે સંસારથી વિરક્ત બની અને તેણે પ્રભુનાં ચરણોમાં સાધ્વીજીવન સ્વીકાર્યું.
ભગવાને એ ચાતુર્માસ વૈશાલીમાં વિતાવ્યું. ત્યાંથી વિહાર કરીને પ્રભુ કાકંદીનગરીમાં પધાર્યા, નગરીની બહાર સહસામ્રક ઉદ્યાનમાં સ્થિરતા કરી.
કાકંદીમાં “ભદ્રા' નામની શ્રીમંત સાર્થવાહ-પત્ની રહેતી હતી. તેને એક પુત્ર હતો, તેનું નામ હતું ધન્યકુમાર. એણે પુરુષની ૭૨ કલાઓ પ્રાપ્ત કરી હતી. તેનાં લગ્ન ૩૨ શ્રીમંત કન્યાઓ સાથે થયાં હતાં. માતા ભદ્રાએ ૩૨ પુત્રવધૂઓ માટે ૩૨ ભવનોનો વિશાળ કલાત્મક મહેલ બંધાવ્યો હતો. ધન્યકુમાર દેવોના જેવાં ઉત્તમ વૈષયિક સુખ ભોગવતો હતો.
ત્યાં નગરમાં ઘોષણા થઈ: “સહસ્રામક ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીરનું સમવસરણ મંડાયું છે. મહારાજા જિતશત્રુ સપરિવાર ભગવાનને વાંદવા અને ઉપદેશ શ્રવણ કરવા જાય છે. સર્વે પ્રજાજનો પણ સમવસરણમાં જાય.
ધન્યકુમાર પણ સમવસરણમાં ગયો. પ્રભુને નમન-વંદન કરી ઉપદેશ સાંભળવા યોગ્ય સ્થાને બેઠો. ભગવંતના ધર્મોપદેશની અમૃતધારા વહેવા લાગી. ત્યાગ-વૈરાગ્ય અને અનાસક્તિની વાતો ધન્યકુમારના હૃદયને સ્પર્શ ગઈ. તેણે મનોમન નિર્ણય કર્યો : "હું પ્રભુ વીર પાસે દીક્ષા લઈશ.”
તેણે માતાની અનુજ્ઞા લીધી. પત્નીઓના મનનું સમાધાન કર્યું અને ખૂબ સંવેગ વૈરાગ્યથી તેણે પ્રભુનાં ચરણે દીક્ષા ગ્રહણ કરી.
૧૭૪
સુલાસા
For Private And Personal Use Only