________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવાન જ્યારે રાજગૃહી પધાર્યા ત્યારે ધન્યકુમારની દીક્ષાના આઠ મહિના પસાર થઈ ગયા હતા અને એ મહામુનિ રાજગૃહીની પાસેના વૈભારગિરિ ઉપર જઈને અનશન કરી, કાયોત્સર્ગધ્યાનમાં રહ્યા હતા.
સમવસરણ ભરાયું હતું. ભગવંતની અમૃતમયી દેશના પૂર્ણ થઈ હતી. શ્રેણિક વગેરે શ્રાવકો અને સુલસા વગેરે શ્રાવિકાઓ બેઠી હતી ત્યાં શ્રેણિકે ભગવંતને પૂછ્યું :
હે જગપતિ! આપના ૧૪ હજાર શિષ્યો છે. એમાં પ્રતિક્ષણ ઉલ્લસિત વર્ધમાન અધ્યવસાયવાળા શ્રેષ્ઠ મુનિ કોણ છે? પ્રભુ, એ મહામુનિનું નામ બતાવવાની કૃપા કરો.'
પ્રભુએ કહ્યું : “શ્રેણિક! એવો ગુણવાન, ચારિત્રી અને ઉગ્ર તપસ્વી એક જ ધન્ય અણગાર છે! કાકંદીના શ્રેષ્ઠીપુત્ર ધન્યકુમારે દીક્ષા લઈને તરત જ પ્રતિજ્ઞા કરી હતી કે જીવનપર્યત છઠ્ઠ (બે ઉપવાસ)ના પારણે આયંબિલ કરીશ! શ્રેણિક આઠ મહિનામાં તો એનું સુકોમળ શરીર બળી ગયેલા બાવળના ઠૂંઠા જેવું થઈ ગયું છે. આયંબિલમાં પણ એ એવો આહાર લેતો કે જે આહાર ઉપર માખી પણ બેસવાનું પસંદ ના કરે! એવો નીરસ-વિરસ આહાર તે કરતો હતો. એ ઋષિનું માથું સુકાઈ ગયેલા તુંબડા જેવું થઈ ગયું છે. એની આંખો ઊંડી ચાલી ગઈ છે. જાણે બે તારા તગતગે છે. એની જીભ સુકાઈ ગયેલા પલાશપત્ર જેવી થઈ ગઈ છે.
હાથની બે કોણી માત્ર હાડકાં રહી ગયાં છે. એની બે જંઘા જીર્ણ તાડના લાકડા જેવી સૂકી અને પાતળી થઈ ગઈ છે. હાથની અને પગની આંગળીઓ જાણે સુકાઈ ગયેલી મગની શીંગ જેવી લાગે છે. આંગળીઓના એક એક ગાંઠા ગણી શકાય તેવી થઈ ગઈ છે. આયંબિલની ગોચરી વહોરવા જાય ત્યારે શરીરનાં હાડકાં ખખડતાં હતાં અને જ્યારે જમીન પર બેસે ત્યારે નીચે. જમીનમાં ખાડો પડી જતો હતો. પગની બે પિડી તો સાવ સૂકી અને કાળીમેશ પડી ગઈ છે. એ ચાલે છે આત્માની શક્તિથી! હવે એની કાયાની હામ જરાય રહી નથી.
ખરેખર શ્રેણિક, એ મહામુનિએ કાયાની માયા તોડી નાંખી છે. એણે લોહી અને માંસ સૂકવી નાંખ્યાં છે.' શ્રેણિકે પૂછ્યું : “હે પ્રભો, અત્યારે એ મહામુનિ ક્યાં બિરાજે છે?' શ્રેણિક, એ મહામુનિએ વૈભારગિરિ ઉપર એક મહિનાનું અનશન કર્યું
સુલાસા
૧૭૫
For Private And Personal Use Only