________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિવાય કોઈપણ દેવ મારા મનમાં નથી આવ્યો.. માટે પ્રભો! એકાદ વાર તો મારી સામે જુઓ! એકાદ વાર તો ચરણસેવાનો અવસર આપો.. મારી અંતરની આરજૂ સાંભળો મારા નાથ...
વીર! મારો આ ખાલી હાથ! એમાં તમે જોઈ ઘો જોષ અને કહો કે મળશે ક્યારે? રાહુ ચન્દ્રને ગળી જાય તો તમે ઝૂલશો મારે માથે શરદપૂનમનું આભ થઈને,” એવું વચન તો આપો... સૂર્ય, ગુરુ કે કેતુ મંગળ અમને કંઈ સમજ નહીં. “ગ્રહો વિરહના ટળશે” એવું આશ્વાસન તો આપો! એક એક નગરે મૂકો માલકોશના સૂર અને બલવાન શુક્રને કરો. ધર્મચક્રધારી મહાવીર દર્શન દેશો ક્યારે ? વીર! તમે પણ સાચું કહેજો તમને પણ અમને મળવાનું મન કદીયે થાય ખરું કે નહીં? અમે તમારી આગળ-પાછળ આમતેમ બસ, ભટક્યા કરીએ તમને પણ ક્યાંક ઊભા રહીને આંખોમાં આંખો રોપીને માન-મલાજ મર્યાદાને લોપી દઈને સુલતાના લોચન-જલમાં ડૂબવાનું મન કદીયે થાય ખરું કે નહીં? વીર! તમારી સાથે મારે કયા જનમની સગાઈ થઈ છે. ને ક્યા જનમમાં સગપણ ફળશે
પર
સુલતા
For Private And Personal Use Only