________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“પ્રભા! હવે હું આપના શરણે જ છું. નિશ્ચિત છું. નિર્ભય છું. મારામાં જન્મેલા મનોવિકારનો હું પશ્ચાત્તાપ કરું છું. હવે હું સંયમમાર્ગમાં અચળઅવિચળ રહીશ. હવે મને શરીરનો મોહ નથી. શરીર તો ક્ષણભંગુર છે. આત્માની શાશ્વતતાનો હવે મને અનુભવ થયો.
હે વીર સ્વામી આપે કેવો હૃદયસ્પર્શી ઉપદેશ આપ્યો!
શરીર એટલે ઇન્દ્રિયો. ઇન્દ્રિયોની સાથે વિષયો સંકળાયેલા છે. વિષયોની સાથે સુખ-દુઃખ છે. આ સુખ અને દુઃખનો સ્વભાવ જ એવો છે. એ આવે અને જાય, જાય અને આવે! એટલે કે એ અનિત્ય છે, સ્થાયી નથી. અજ્ઞાની મનુષ્ય જે અસ્થાયી છે એનો વિચાર કરે છે અને એ ખોટા વિચાર કરી પ્રમાદને પંપાળે છે. માણસે કોઈપણ પરિસ્થિતિને સહી લેવી જોઈએ. સુખથી છલકાઈ જવું ન જોઈએ. દુઃખથી સંકોચાઈ જવું ન જોઈએ. જે પુરુષોમાં ઉત્તમ હોય છે એમના મનની સ્થિતિ આ બંનેમાં સમતોલ અને સમાન હોય છે. એને કોઈનું મમત્વ પણ નથી હોતું. એને કોઈનું મહત્ત્વ પણ નથી હોતું. જે ધૈર્યવાન છે એ વાતવાતમાં આકુળવ્યાકુળ થતા નથી. એ પીડાતા નથી. એ પિલાતા નથી. એમના માટે સુખ-દુઃખનો કોઈ અર્થ નથી. એટલે એ ભીતરથી સમર્થ હોય છે. અને જે સમર્થ હોય તે જ મોક્ષ પામે છે!'
કેવો અદ્દભુત ઉપદેશ છે પ્રભુ આપની! પ્રભો! ક્યારેક આ મન ઢીલું પડી જાય, એના પર મોહનું આવરણ આવી જાય. જીવનરથ ઉન્માર્ગે ચઢી જાય તો મારા નાથ! તમે સારથિ બનીને આવજો. મારા જીવનરથને સન્માર્ગે વાળ. મારા ઉપર આટલી કપા તો કરશોને નાથ! હું તમારી છું. શરણાગત છું. હે જિનરાજ! જ્યારથી તમને જોયા છે, સાંભળ્યા છે ત્યારથી મારા મનને તમારો જે રંગ લાગ્યો છે. આપ મારા હૃદયમાં વસ્યા . જેમ કુસુમમાં સુવાસ વસે છે તેમ! હે નાથ, તમે મને શ્વાસે શ્વાસે સાંભરો છો...યાદ આવો છો. એક ક્ષણ પણ મારું મન તમારાથી જુદું રહી શકતું નથી. પ્રભો! મારા શરીરની સાતેય ધાતુઓમાં તમારો જ રંગ ભળ્યો છે! જેમ માલતીપુષ્પને મધુકર ચાહે છે અને ચન્દ્રને ચકોર પક્ષી ચાહે છે તેમ મારા મનમાં તમારી જ જોરદાર લગની લાગી છે...હે વિભો! ભલે નદી બે કાંઠે વહેતી હોય ને સરોવર છલોછલ ભરાયાં હોય, છતાં ચાતક પક્ષી તો મેહુલાને જ ચાહે છે. તેમ આ જગતમાં તમારા
સુલાસા
પ૧
For Private And Personal Use Only