________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવંતે ધીર ગંભીર મધુર વાણીમાં કહ્યું : “મુનિ! તમે અસહાય નથી. હું તમારા ધર્મરથનો સારથિ છું. તમારા જીવનરથને ઉન્માર્ગે નહીં જવા દઉં! સાંભળો -
આ ભવથી ત્રીજા ભવમાં તમે વૈતાઢ્ય પર્વત ઉપર મેરુપ્રભ' નામના હાથી હતા. એક સમયે વનમાં દાવાનળ લાગવાથી તમે તૃષાર્ત થઈ ગયેલા. તમે સરોવરમાં પાણી પીવા ગયા ત્યાં તમે કાદવમાં ખેંચી ગયા, તમે નિર્બળ થઈ ગયા. ત્યાં તમારા શત્રુ હાથીએ આવીને, દંતપ્રહાર કર્યા. તમે ખૂબ વેદના પામ્યા. સાતમે દિવસે તમારું મૃત્યુ થયું અને વિંધ્યાચલ પર તમે પુનઃ હાથી થયા.
ત્યાં પણ એક વખત વનમાં દાવાનલ લાગ્યો. તમને જાતિસ્મરણ જ્ઞાન થયું. તમેં બીજા હાથીઓ વગેરે પશુઓની રક્ષા માટે નદીકિનારેથી વૃક્ષો, ઘાસ વગેરે તોડી નાખી જમીન સાફ કરી... તમે એવી ત્રણ જગ્યાઓ ઘાસ વિનાની કરી દીધી. ફરીથી જ્યારે દાવાનળ લાગ્યો ત્યારે જંગલના પશુઓ એ ઘાસ વિનાનાં મેદાનોમાં ભરાઈ ગયાં. તમે મેદાનના કિનારે થોડી જગા હતી ત્યાં ઊભા રહ્યા. તમારા શરીરને ખંજવાળ આવવાથી તમે એક પગ ઊંચો કર્યો. ત્યાં એ પગની જગામાં એક સસલો આવીને ઊભો રહી ગયો. તમે જો પગ મૂકો તો સસલો મરી જાય. તમે પગ ન મૂક્યો, દયાભાવથી તમે અઢી દિવસ સુધી પગ ઊંચો રાખ્યો. ત્રણ પગે ઊભા રહ્યા. દાવાનળ બુઝાઈ ગયો. તમે ભૂખ અને તરસથી વ્યાકુળ બન્યા હતા. તમે દોડવા ગયા પણ જમીન પર પડી ગયા. સુધા અને તૃષાના દુઃખથી ત્રીજા દિવસે તમે મૃત્યુ પામ્યા.
મેઘમુનિએ હાથી મરીને રાજગૃહીના રાજમહેલમાં રાણી ધારિણીની કૂખે રાજકુમાર રૂપે જન્મ્યો! એ તમે છો મુનિરાજ! એક સસલાની રક્ષા કરવા માટે તમે કેટલું બધું કષ્ટ સહન કર્યું હતું? એક જીવને અભયદાન આપવાથી તમને રાજ કુમારનો મનુષ્યભવ મળ્યો તો સર્વ જીવોને અભયદાન આપનારા મુનિપણાના પાલનના ફળની તો વાત જ શી કરવી? માટે બધો વિષાદ, વ્યગ્રતા, વલોપાત છોડી, તમે જે મહાવ્રતો લીધાં છે તેનું સારી રીતે પાલન કરી ભવસાગરને તરી જાવ! કારણ કે ભવસાગરને તરી શકાય એવું મનુષ્યજીવન પુનઃ પ્રામવું દુર્લભ છે.' મેઘમુનિનું મન શાન્ત થયું. તેમણે પરમ શીતલતાનો અનુભવ કર્યો.
પ0
સુલાસા
For Private And Personal Use Only