________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
6
હે શરણાગત વત્સલ પ્રભો! તમે ખરેખર જીવનરથના સારથિ છો! મારા પતિ તો રાજરથના સારથિ છે, જ્યારે આપ આપના શરણે આવેલા સહુના જીવનના સારથિ છો! આપ જીવનરથને ઉન્માર્ગે જવા દેતા નથી. ઉન્માર્ગે જતા જીવનરથને સન્માર્ગે વાળી દો છો!
મેઘકુમાર મુનિ જેવા વૈરાગી મુનિની આંખોમાં આંસુ છે. એ બેચન છે. વ્યગ્ર છે, વ્યાકુળ છે. એની દૃષ્ટિ પર વિષાદને કારણે આંસુઓનો પડદો પડ્યો છે. કંઈક વિચિત્ર લાગે એવી મેઘમનિની પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિ ક્ષત્રિય વીર મુનિ માટે સ્વાભાવિક નથી. ક્ષત્રિય તો રણમાં શૂરો પૂરો હોય, પણ ઓચિંતું આ શું થઈ ગયું? મેઘમુનિ વિચારે છે પણ વ્યગ્રતાથી વિચારે છે. એમના વિચારોમાં કોઈ વ્યવસ્થા નથી. ભીતરથી તેઓ છિન્નભિન્ન થઈ ગયા છે.
ભગવાન! તમે જોયું કે દીક્ષા જીવનની પહેલી જ રાતમાં મેઘમુનિ ભીતરથી ભાંગી ગયા છે અને જે માણસ ભીતરથી ભાંગી ગયો હોય એને ફરી પાછો બેઠો કરવો એ જેવું તેવું કામ નથી. પરંતુ પ્રભો! આપે કરી બતાવ્યું, કારણ કે મેઘમુનિ અંદરથી વલોવાતા હતા, કારણ કે તેઓ સંવેદનશીલ હતા.
મેઘકુમાર મુનિ પ્રભાતે આપની પાસે આવ્યા, આપ તો પૂર્ણ જ્ઞાની! આપે એમનો વલોપાત જાણી લીધો હતો. એને કંઈ બોલવું જ ન પડ્યું. એ તો નતમસ્તકે વિષાદભરી આંખે આપની સામે ઊભા રહ્યા. આપે જે અમૃત જેવી મધુર વાણીમાં કહ્યું : “મેઘ! રાત્રિમાં ઊંઘ ન આવી ને? તમારા સંથારા ઉપર સાધુઓના પગની રજ પડતી રહી, તમને ખૂંચતી રહી. અને તમારું મન નબળા વિચારો કરવા લાગ્યું. “મારાથી આ સંયમજીવન નહીં જીવી શકાય. હું તો પ્રભાતે પ્રભુની આજ્ઞા લઈ ગૃહવાસમાં ચાલ્યો જઈશ!'
“સાચી વાત છે ભગવંત..” ધીમા સ્વરે મેઘમુનિ બોલ્યા, “હું વિષાદના અરણ્યમાં ફસાઈ ગયો છું. મનમાં વ્યાપેલો વિષાદ મને શોષે છે. મારા ચૈતન્યને હરી લીધું છે. નર્યો બેચેન છું...”
સુલતા
૪૯
For Private And Personal Use Only