________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રે, ક્યાં લગી આ જીવ ટળવળશે.
- મને કં કહેશો? ક્યારે ? રાજગૃહીથી પ્રભુ મહાવીરે વિહાર કર્યો હતો. મુનિ પરિવાર સાથે ભગવાન વિહાર કરતાં કરતાં બ્રાહ્મણકુંડ ગામે પહોંચ્યા. ગામની બહાર બહુશાલ-ચૈત્ય” છે. ભગવાન એ ચૈત્યમાં ઊતર્યા. દેવોએ ત્યાં સમવસરણની રચના કરી.
મારી સખી વસંતસેના કાર્યવશ બ્રાહ્મણકુંડ ગામે ગઈ હતી. તેણે પાછા રાજગૃહી આવીને, જરા ય વિલંબ કર્યા વિના, મારી પાસે આવીને કહ્યું:
દેવી, સમવસરણમાં પ્રભુ પૂર્વાભિમુખ બિરાજ્યા હતા. ગણધરો, દેવો પોતપોતાના સ્થાને બેઠા હતા. સર્વજ્ઞ પરમાત્માને બહુશાલ ચૈત્યમાં આવેલા જાણી ઘણા નગરજનો સમવસરણમાં આવ્યા. નગરજનોની સાથે ઋષભદત્ત અને દેવાનંદા પણ આવ્યાં. તેઓએ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દીધી, પ્રભુને વંદના કરી અને યોગ્ય સ્થાને બેઠાં. દેવાનંદા ઋષભદત્તની પાછળ પ્રફુલ્લિત વદને બેઠી હતી.
એ વખતે પ્રભુને જોતાં જ દેવાનંદાનાં બંને સ્તનમાંથી દૂધની ધારા વહેવા લાગી અને શરીર રોમાંચિત થઈ ગયું. એની દષ્ટિ પ્રભુની સામે અપલક...નિર્નિમેષ થઈ ગઈ! પ્રભુના પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમે આ દૃશ્ય જોયું. તેમને આશ્ચર્ય થયું. તરતજ પ્રભુને પૂછ્યું :
“હે ભગવનું, દેવાનંદા રોમાંચિત કેમ થઈ ગઈ? અને એનાં સ્તનમાંથી દૂધની ધારા કેમ વહેવા લાગી?”
ભગવાને કહ્યું : “હે ગૌતમ, દેવાનંદા મારી માતા છે. પુત્રસ્નેહના કારણે તે રોમાંચિત થઈ છે!”
પ્રભો! દેવાનંદા આપની માતા છે?'
હા ગૌતમ, હું વ્યાશી દિવસ એના પેટમાં રહ્યો હતો! ગૌતમ, કોડાલ ગોત્રીય ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનંદા જાલંધરગોત્રની છે. અષાઢ સુદ ઉના દિવસે ઉત્તરા ફાલ્વની નક્ષત્રમાં ચન્દ્રનો યોગ હતો ત્યારે હું દેવલોકમાંથી દેવાનંદાની કુક્ષિમાં ગર્ભરૂપે અવતરિત થયો હતો. એ સમયે મને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન - આ ત્રણેય જ્ઞાન હતાં.” | ઋષભદત્ત, દેવાનંદા અને સમગ્ર પર્ષદા પ્રભુના મુખે આ વાતો સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. હું પણ આ વાતો પહેલી જ વાર સાંભળતી હતી.
સુલાસા
પ૩
For Private And Personal Use Only