________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાથે મારી સામે આવીને ઊભો. એણે વિનયથી મને પ્રણામ કર્યા. મેં ઊભા થઈ એને આલિંગન કરી, પુત્રવત્ મારા ઉસંગમાં બેસાડ્યો. મારી આંખોમાં હર્ષનાં આંસુ ભરાઈ આવ્યાં.
ત્યાં ભદ્રા બોલી : “હે કૃપાવંત, હવે આપ એને છોડી દો, એ મનુષ્ય છે, છતાં મનુષ્યની ગંધ એનાથી સહન થતી નથી. તેના પિતા કે જેમણે પ્રભુ વીર પાસે દીક્ષા લીધી હતી, તેઓ અનશન વ્રત કરી, મૃત્યુ પામી દેવલોકમાં દેવ થયા છે. તેઓ પુત્રવાત્સલ્યથી પ્રેરાઈને રોજ નવાં નવાં દિવ્યા વસ્ત્ર, અલંકારો વગેરે આપે છે. અમારો આ પુત્ર એની બત્રીસ પત્નીઓ સાથે દેવના જેવાં દિવ્ય સુખો ભોગવે છે.'
મેં શાલિભદ્રને ખોળામાંથી મુક્ત કર્યો. એ મને નમન કરી, જેવો આવ્યો હતો, તેવો પત્નીઓ સાથે સાતમા માળે ચાલ્યો ગયો.
તે પછી ભદ્રાએ મને આગ્રહ કર્યો : “મહારાજા, આજે અહીં જ ભોજન લેવાની કૃપા કરો.” મેં એની વિનંતી સ્વીકારી. ભોજનપૂર્વે મને સ્નાનગૃહમાં મોકલ્યો. ત્યાં તેલ, ચૂર્ણ અને ગરમ-ઠંડા પાણીથી સ્નાન કર્યું. સ્નાન કરતાં કરતાં મારી આંગળીમાંથી એક વીંટી વાવડીમાં પડી ગઈ. હું એ શોધતો હતો ત્યાં ભદ્રા આવી. તેને મેં વીંટી પડી ગયાની વાત કરી. એણે દાસીને કહ્યું : “વાવડીનું પાણી બીજી તરફ કાઢી નાખ.” પાણી નીકળી ગયું તો વાવડીના તળિયે દિવ્ય આભૂષણોનો ઢગલો પડ્યો હતો. તેના ઉપર મારી વીંટી પડી હતી. પણ સાવ ફિક્કી લાગતી હતી. મેં પૂછ્યું : “હે ભદ્ર! આ ઢગલો. આટલા બધા દિવ્ય અલંકારો...આ બધું શું છે? ભદ્રાએ કહ્યું : હે નાથ, રોજ શાલિભદ્રનાં અને એની પત્નીઓનાં આભૂષણો જે કાઢી નાખવામાં આવે છે, તે આ છે!'
મેં વિચાર્યું : “ખરેખર શાલિભદ્ર મહાન પુણ્યશાળી છે. મારા રાજ્યમાં આવા ધનવાન અને ગુણવાન પુરુષો વસે છે...“એથી હું પણ ભાગ્યશાળી છું! અભયકુમાર વગેરેની સાથે ભોજન કરીને હું અહીં આવ્યો.”
બે દિવસ પસાર થઈ ગયા. સુલતાને શાલિભદ્રને જોવાની ઇચ્છા જાગી. તે શાલિભદ્રની હવેલીએ પહોંચી. ભદ્રા શેઠાણીએ સુલતાને આદર આપ્યો. બેસવા આસન આપ્યું. ભદ્રા કંઈ પૂછે એ પહેલાં જ સુલતાએ કહ્યું : “હે ભદ્રા, હું નાગ સારથિની
સુલસા
૧પ૯
For Private And Personal Use Only