________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારવા મોહમલ્લને તું જ મહામલ્લ છે. પાપપંક પ્રક્ષાલવા તું જ અમલ વિમલ જલ છે કર્મરજને દૂર કરવા તે જ દિવ્ય સમીર છે જય પામો જિનરાજ શ્રી મહાવીર છે! દેવેન્દ્ર ને નરેન્દ્ર પૂજે આપનાં ચરણો સદા મેરુ કંપ્યો પદસ્પર્શથી આશ્ચર્ય માનું હું મુદા કેવલ્યનેત્રે દેખતા ભાવો સદા વિશ્વના દ્રવ્યને પર્યાય જોતા વીતરાગ ભાવે વિશ્વના... રૂપ વિજેતા જગજનનેતા હે વીર જિનવર વિભો! જયવંત છે જયવંત હો! પાવન હો અમ આતમ પ્રભો! આપ છો નિર્મળ સરોવર જલભર્યા જગત્પતિ જે સ્નાન કરતા બનતા નિર્મળ દેહને બુદ્ધિ-મતિ. દેવેન્દ્રને રાજા-પ્રજા સૌ આપના ચરણે નમે એવા ચરણ મારા શિરે સ્થાપવાનું ગમે. જેના લલાટે સ્પર્શ થાયે આપનાં ચરણો તણો તેઓ તરી આધિ-ઉપાધિ પાર પામે ભવ તણો. જે ભાવપૂર્વક જિનાર્ચા કરે છે માનવી સંસારસાગરને તરી જાય છે તે માનવી મોક્ષમાર્ગે પહેલું પગલું આપના ચરણે રહ્યું ત્યાં જે નમે તે જ ઉત્તમ અંગ જ્ઞાની કહ્યું. તેઓ જ બનતા ધન્ય ને ઉત્તમ જનો દેવો ને દાનવ નમતા ભાવે, જો ઉત્તમ બનો. પુષ્પો સુગંધિત ગૂંથી માળા આપને કંઠે મૂકે ને અંગરચના ભવ્ય કરતા ભાવને તે લૂંટે રાજ્ય પામે લક્ષ્મી પામે, સત્તા યૌવન પામતા. સૌભાગ્ય ને યશ પામે તે મુક્તિનાં સુખ પામતા. હે પ્રભો! જે જીવો તમને પ્રભાત વેળા પૂજતા તે પુરુષોને સજન લોકો માનથી મત પૂછતા પરલોકે પૂજનીય દેવ બને કે માનવ શ્રેષ્ઠ બને ચક્રવર્તી કે રાજેશ્વર વિશાળ પૃથ્વી ભોગી બને.
સુલાસા
૨૨૭
For Private And Personal Use Only