________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સુલસાએ પોતાની પાસે ઊભેલી સખી વસંતસેનાને આ ગીત બહુ ધીમા અવાજે સંભળાવ્યું! અને ત્યાં જ પ્રભુનો ઉપદેશ શરૂ થયો.
મહાવીર
અદ્ભુત અદ્વિતીય રૂપ!
રોમહર્ષક લાવણ્ય!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માલકોશ રાગમાં ધર્મોપદેશ! ધીરગંભીર ધ્વનિ! કર્ણમધુર! દેવ-મનુષ્યપશુ-પક્ષી સહુ પોતપોતાની ભાષામાં એ વાણીને સાંભળે અને સમજે! પ્રભુનાં વચનની એ અદ્વિતીય વિશિષ્ટતા હતી.
પ્રભુની વાણી સાથે દિવ્ય ધ્વનિ ભળ્યો હતો. વાંસળીના સૂરો વહેવા લાગ્યા હતા. સહુ જીવો પ્રભુવાણી સાંભળવા તત્પર બન્યા હતા. વાણીનો પ્રારંભ થયો.
‘મહાનુભાવો, આ સંસાર સમુદ્ર છે. તે અનંત છે, તે સમુદ્રમાં નિરંતર જન્મ-જરા-મૃત્યુના તરંગો ઊછળ્યા જ કરે છે, આ સંસારમાં શ્રેષ્ઠ છતાં દુર્લભ એક માત્ર મનુષ્યનો જન્મ છે. જેવી રીતે બધાં ધાન્યમાં ધઉં શ્રેષ્ઠ છે, બધાં પાણીમાં મેઘનું પાણી શ્રેષ્ઠ છે, બધી જાતનાં લાકડાંમાં સાગનું લાકડું શ્રેષ્ઠ છે અને સર્વ ધાતુઓમાં સુવર્ણ શ્રેષ્ઠ છે, તેવી રીતે અસંખ્ય ભવોમાં આ મનુષ્યભવ જ શ્રેષ્ઠ છે. માનવભવ પામીને જ જીવાત્મા મોક્ષપ્રાપ્તિનો પુરુષાર્થ કરી શકે છે. તેમાંય આર્યદેશ, આર્યકુળ, પાંચ ઇન્દ્રિયોની પૂર્ણતા, નીરોગી કાયા, આ બધું પુણ્યકર્મથી પ્રાપ્ત થાય તો જ મોક્ષપ્રાપ્તિનો પુરુષાર્થ
થઈ શકે.
૪
પુણ્યના ઉદયથી મળતી સામગ્રી સાથે કર્મોનો ક્ષયોપશમ પણ થવો જોઈએ. મિથ્યાત્વ-કર્મનો ક્ષયોપશમ થાય, મિથ્યાત્વનો અંધકાર દૂર થાય અને સમ્યક્ત્વનો દીપક પ્રગટે તો સન્માર્ગ દેખાય. જ્યાં સુધી મિથ્યાત્વના અંધકારથી અંધ બનેલા જીવો સંસારના ભીષણ જંગલમાં ભટકે છે, કુદેવકુગુરુ અને કુધર્મની આરાધના કરે છે ત્યાં સુધી સંસારમાં જન્મ-મરણ પામ્યા કરે છે. માટે રાગ-દ્વેષનો નાશ કરનારાને પરમાત્મા માનો, વીતરાગ માનો. પંચમહાવ્રતધારી નિગ્રંથોને સાધુ માનો અને જીવદયાને શ્રેષ્ઠ ધર્મ માનો. આનું નામ સમ્યક્ત્વ.
શુદ્ધ-અશુદ્ધનું ભાન થવું જોઈએ. શુદ્ધ સમ્યક્ત્વરૂપ દીપકથી, અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરી, સતુ-અસત્ત્ના ભેદને જાણનાર વિવેકી
સુલસા
For Private And Personal Use Only