________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજે તો સુલતાને બોલાવવા માટે રાજગૃહીના સન્માન્ય શ્રેષ્ઠીજનો સુલતાની હવેલીએ આવ્યા. સુલતાએ સહુનું ઉચિત સ્વાગત કર્યું. એક શ્રેષ્ઠીએ કહ્યું : “હે ધર્મનિષ્ઠ મહાસતી, વૈભારગિરિ ઉપર પધારેલા તીર્થકર ભગવાનના દર્શન-વંદન કરી તારાં કર્મોનો નાશ કર.' “હે મહાનુભાવો! શું એ ચોવીસમા તીર્થંકર પ્રભુ મહાવીર છે?' ના, આ તો પચ્ચીસમા તીર્થંકર છે!
હે સુજ્ઞપુરુષો, તીર્થકરો ઉત્સર્પિણીકાળમાં ચોવીસ હોય અને અવસર્પિણી કાળમાં પણ ચોવીસ જ તીર્થંકર થાય. પચ્ચીસમા તીર્થંકર હોય જ નહીં!” “તો પછી આ બધું શું છે? સમવસરણ અને બધું જ છે!”
આ તો કોઈ ઇન્દ્રજાલિકની ઇન્દ્રજાળ છે! માયા જાળ છે! લોકોને ઠગવા માટે, લોકોને પોતાની શક્તિથી આશ્ચર્યચકિત કરી દેવા માટે આ પ્રપંચ રચ્યો છે! એની ધર્મદેશના પણ કોઈ સ્વાર્થથી પ્રેરિત હશે!'
બીજા શ્રેષ્ઠીએ કહ્યું : “હે દેવી સુલસા, આ રીતે પણ કોઈ જિનશાસનની પ્રભાવના કરે છે ને? જિનશાસનનું ગૌરવ વધારે છે ને? આ જ રીતે જિન શાસનની ઉન્નતિ થાય!”
"ના, ના, આવી કૂડકપટથી ભરેલી ઘટનાઓથી જિનશાસનની પ્રભાવના નથી થતી, પરંતુ ઘોર અપભ્રાજના થાય છે. સમજો, આ જે કોઈ ચમત્કારિક પુરુષે તીર્થકરનું રૂપ કર્યું છે, તે વાસ્તવમાં તો તીર્થંકર નથી જ! એ ઇન્દ્રજાલિક છે. જ્યારે લોકોને ખબર પડશે કે ખરેખર આ તીર્થકર ન હતા, માત્ર તીર્થકરનું નાટક જ હતું તો લોકોની સાચા તીર્થકર ઉપરની શ્રદ્ધા પણ તૂટી પડશે. એ વિચારશે કે “મહાવીર પણ તીર્થકર હોવાનું નાટક જ કેમ નહીં કરતા હોય?' માટે આપણે આ માયાવી-ઇન્દ્રજાલિક લોકોથી દૂર રહીએ એ જ સારું!' આમ વિચારીને અબુધ લોકો ધર્મતીર્થથી દૂર થઈ જાય. - જિનશાસનની પ્રભાવનાનો સાચો માર્ગ આ નથી, ધર્મમાં સંશય પેદા કરે, તેવી ઘટનાને પ્રભાવના ન કહેવાય. લોકો પૂછશે - “ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર સાચા કે આ પચ્ચીસમા તીર્થકર સાચા? ધર્મમાર્ગમાં આવો સંશય સમ્યગ્દર્શનને, શ્રદ્ધાને દૂષિત કરે છે.
सावोचननकूट कोटिघटनैः संटीकते भावना, किंतु प्रत्युत धर्मसंशयकारी सैषा ह्यपभ्राजना।।
સુલતા
૨૨૧
For Private And Personal Use Only