________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શક્તિ ભક્તિનાં ચરણોમાં નમી પડી.
અંબડ પરિવ્રાજક સુલતાને ગદ્ગદ્ સ્વરે અભિનંદી રહ્યો. તેણે સુલતાને પૂછ્યું :
“હે ભાગ્યશાલિની! તારી મહાવીર-નિષ્ઠાની, તારી જિનધર્મ-શ્રદ્ધાની પરીક્ષા કરવા મેં જ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને પચ્ચીસમા તીર્થંકરનાં રૂપ ધારણ કર્યા હતાં. મારે તને ચકાસવી હતી. તારી કસોટી કરવી હતી.. અને મેં કરી. તું પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ. પરંતુ મારે તને પૂછવું છે કે તું કૌતુકથી પણ જોવા કેમ ન આવી? સ્ત્રીમાં કૌતુક જોવાની તો સહજવૃત્તિ હોય છે!”
સુલતાએ કહ્યું : “મારા ધર્મભ્રાતા, તમે તો જ્ઞાનીપુરુષ છો, ગુણસમૃદ્ધ છો..તમે કેવો પ્રશ્ન પૂછયો! હે મનીષી, તીર્થકર પ્રભુ વીરને જોયા પછી, એમને મનમાં સ્થાપ્યા પછી, પૂજ્યા પછી બીજા દેવોને કૌતુકથી પણ જોવાની ઇચ્છા થાય ખરી? મારું મન તો પ્રભુ વીરમાં જ રમે છે. પ્રભુએ મારા પર કામણ કર્યું છે!
સ્વામી! તમે કામણ કર્યું ને ચિત્ત મમ ચોરી લીધું, કરશું અમે પણ એવું કામણ ભક્તિભાવે મેં કીધું હે દેવી મારા શુદ્ધ હૃદયે આપ આવ્યા મેં ચહ્યા, ઋદ્ધિ-સિદ્ધિ ને સમૃદ્ધિ આવી મુજ કરમાં ગ્રહ્યા... દૂર હો કે પાસ હો મારા હૃદયમાં સ્થિર છો, કર્મો હણ્યાં, શક્તિ અનંતી, આપ જિન મહાવીર છો. હે પ્રભુ! મારા તમે છો ને તમારી હું સદા, કોઈ છો ભરમાવે પણ હું ભ્રમિત થઉ ના સર્વદા, વાત સાચી માનજો મુજ જૂઠ બોલું નહીં કદા જનમોજનમ તવ ચરણસેવા હોજો મુજને જયપ્રદા. રંગ લાગ્યો, પ્રેમ થઈ ગ્યો સહજ ભાવે હે પ્રભો!
ક્ષીર-નીર સંયોગ જેવો યોગ ચાહું છે વિભો! સુલસા
૨ ૨૯
For Private And Personal Use Only