________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરીશ. કોઈ ઘસઘસાટ ઊંઘતા હશે, કોઈ ખગોળ નિહાળતા હશે, કોઈ ગાવા-નાચવામાં મસ્ત હશે, કોઈ સુંદરીઓના સૌન્દર્યને જોવામાં લીન હશે...આસાએશની સુખદ પળોમાં સહુ ગરકાવ હશે એ વખતે ભયંકર વાવાઝોડાનો કોલાહલ સંભળાશે. ગાઢ તિમિર છવાઈ જશે. એકાએક વેગભર્યા વાયરા વાવા લાગશે. અંધકારમાંથી ભૂત ઊઠે, પાતાળમાંથી પ્રેત પ્રગટે, દિશાઓમાંથી દાનવ જાગે એમ એકાએક પૃથ્વી પર પ્રલય ફરી વળશે.. હું પ્રલય કરીશ. સમગ્ર સૃષ્ટિનો નાશ કરીશ. સૃષ્ટિમાં મૃત્યુની ભયંકર શાન્તિ પ્રસરી જશે...'
આજે રાજગૃહી માટે ત્રીજો અજબ-ગજબનો દિવસ હતો! રાજગૃહીના ઇતિહાસમાં ક્યારેય આવી ઘટના બની ન હતી. ક્રમશ: બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ રાજગૃહીમાં પધારે...એ કલ્પના બહારની વાત હતી. પરંતુ વાત હતી - એ નક્કી! શંકરને જોઈને, શંકરના ઉપદેશને સાંભળીને સુલસાની સખીઓ સુલસા પાસે પહોંચી ગઈ. સખીઓએ અંદરોઅંદર નિર્ણય કર્યો કે “આજે તો તુલસાને શંકર ભગવાનનાં દર્શન કરાવવાં જ છે.'
સુલસા સામાયિક વ્રત પૂર્ણ કરીને બેઠી હતી, ત્યાં સખીઓ આવી પહોંચી. સુલસાની ચારે બાજુ બેસી ગઈ. એક સખીએ તુલસાને કહ્યું :
તને ખબર છે સુલસા, પશ્ચિમ દરવાજે ભગવાન શંકર પધાર્યા છે. સાથે પાર્વતી પણ છે. શૈવમતનો ઉપદેશ આપે છે. આજે તો તું ચાલ. ભલે તારે હાથે ન જોડવા હોય તો ન જોડીશ, બેસવું ન હોય તો ન બેસીશ, પણ ઊભા ઊભા જોઈ તો લે! એ શું ઉપદેશ આપે છે, તે સાંભળી તો લે!'
મારી પ્રિય સખીઓ, મારે શા માટે શંકરને જોવા? ને શા માટે એમનો ઉપદેશ સાંભળવો? તમે સહુ જાણો છો કે મને વીર પ્રભુ સિવાય કોઈ જ દેવને જોવામાં રસ નથી, વીર પ્રભુના ઉપદેશ સિવાય કોઈ ઉપદેશ સાંભળવો મને ગમતો નથી. મને પ્રભુની વાણીથી જ એવી પરિતૃપ્તિ થઈ ગઈ છે કે હવે બીજા કોઈનાં વચન શ્રવણ કરવાની ઇચ્છા જ થતી નથી...”
“પણ તુલસા, ભગવાન મહાવીર તો સૃષ્ટિને અનાદિ અનંત કહે છે, જ્યારે શંકર ભગવાન તો સૃષ્ટિના પ્રલયની, સૃષ્ટિના નાશની વાત કરે છે. એ પોતે સૃષ્ટિનો નાશ કરશે, એમ કહે છે.'
તો તો એમને ભગવાન ન કહેવાય. દુર્જનોની સાથે સજ્જનોને પણ મારનાર શું ભગવાન કહેવાય? અશુભનો નાશ કરવાની સાથે શુભનો નાશ
૨૧૬
સુલાસા
For Private And Personal Use Only