________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભયકુમારે બીજા દિવસે તુલસાની હવેલીમાં જઈ, ખાસ સુલસાની બત્રીસ પુત્રવધૂઓને, કે જે હજુ યૌવનના આંગણે ઊભી હતી અને એમનું સૌભાગ્ય લૂંટાઈ ગયું હતું, તેમને સમજાવવાનો સંકલ્પ કરીને ગયા.
સુલાસાએ અભયકુમારનું સ્વાગત કર્યું. આવકાર આપ્યો. ભદ્રાસન પર બેસાડી, પોતે અને બત્રીસ પુત્રવધૂઓ સામે બેઠી.
અભયકુમારે કહ્યું : “હું તમને શ્રીકૃષ્ણના મૃત્યુ સમયની ઘટના સંભળાવું છું. શ્રીકૃષ્ણના મૃત્યુ પછી, તેમના મોટા ભાઈ બલરામ, કૃષ્ણના મૃતદેહને પોતાના ખભા ઉપર ઉપાડીને છ મહિના સુધી ફરતા રહ્યા. તેઓ રોજ કૃષ્ણના દેહનું પુષ્પ-ચંદનથી પૂજન-અર્ચન કરતા. બળદેવ-વાસુદેવનો પ્રેમ અદ્વિતીય...અગાધ હતો.
બળદેવ પ્રત્યે પ્રેમ ધરાવનાર એક દેવ, તેણે અવધિજ્ઞાનથી જાણ્યું કે ભ્રાતૃવત્સલ બલરામ, કૃષ્ણના મૃતદેહને લઈને પરિભ્રમણ કરે છે. તો હું તેમની પાસે જઈને બોધ આપું. કેમ કે બલરામે મારી પાસે વચન માંગેલું કે જો તું દેવ થાય તો, મને વિપત્તિમાં બોધ આપવા આવજે.”
તે દેવે મનુષ્યનું રૂપ કર્યું. તેણે એક પાષાણનો રથ બનાવ્યો. પર્વત ઉપરથી એ રથ ઊતરી રહ્યો છે. દેવે એ રથને ભાંગી નાંખ્યો. પછી એ ભાંગેલા રથને સાંધવાની મહેનત કરવા લાગ્યો. બળદેવે આ દૃશ્ય જોયું. તેમણે કહ્યું : “અરે મૂર્ખ, ગિરિ ઉપરથી ઊતરતાં જે રથના ટુકડેટુકડા થઈ ગયા છે, એવા આ પાષાણના રથને સાંધવાનો વ્યર્થ પ્રયત્ન કેમ કરે છે?”
મનુષ્યરૂપે દેવે કહ્યું : “હે મહાનુભાવ! હજારો યુદ્ધોમાં નહીં હણાયેલો યોદ્ધો, યુદ્ધ વિના મરી જાય અને તે જો પાછો જીવી શકે, તો મારો આ રથ પણ કેમ ન સંધાય?' બલરામ મૌન રહ્યા,
દેવે આગળ જઈને પાષાણ ઉપર કમળ રોપવા માંડ્યાં. બળદેવે પૂછ્યું : શું પાષાણભૂમિ ઉપર કમળવન ઊગે કે?” દેવે (મનુષ્યરૂપે) કહ્યું : “હે મહાબલી! જો આ તમારો અનુજ બંધુ પાછો જીવશે તો પાષાણ ઉપર પણ કમળ ઊગશે!' બળદેવ મૌન રહ્યા.
દેવે આગળ જઈને એક બળી ગયેલા વૃક્ષ ઉપર પાણી સીંચવા માંડ્યું. બળદેવ સાથે જ આવતા હતા. તેમણે કહ્યું : “રે મનુષ્ય, તું મૂર્ખ છે. શું બળી ગયેલું વૃક્ષ, પાણી સીંચવાથી નવપલ્લવિત થાય ખરું? દેવે કહ્યું : 'હે મહામનસ્વી, જો તમારા ખભા ઉપર રહેલું આ મૃત શરીર
સુલસા
૧૨૯
For Private And Personal Use Only