________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતા! તેઓ વિસ્ફારિત આંખે મને જોઈ રહ્યા હતા. તેમના મુખ પર સ્મિત ઊભરાયું. તેઓ બોલ્યા : “સવારે સવારે પ્રભુનું ધ્યાન લાગી ગયું!' “હા નાથ! પ્રભુ મારા હૃદયમાં પધાર્યા!” શુભ...પરમ શુભ...” નાથ, મારી એક ઇચ્છા છે.' “કહો.'
આપણે આપણા બત્રીસે બત્રીસ પુત્રોને લઈ પ્રભુ મહાવીર પાસે જઈએ. પ્રભુનાં દર્શન-વંદન કરીએ. પુત્રો પણ પ્રભુનાં દર્શન-વંદન કરે, પ્રભુની અમૃતમયી દેશના સાંભળે!'
પ્રભુ અત્યારે ક્યાં વિચરે છે, એ હું મહારાજા પાસેથી જાણી લઉં. કારણ કે રોજ દૂત, પ્રભુ ક્યાં વિચરે છે, એના સમાચાર મહારાજાને આપે છે અને મહારાજા સિંહાસન ઉપરથી નીચે ઊતરી, એ દિશામાં સાત પગલાં ભરી ભાવપૂર્વક વંદના કરે છે...'
તો તો પાકા સમાચાર મળી જશે. જોકે થોડા દિવસો પૂર્વે ભગવંત બ્રાહ્મણકુંડ ગ્રામમાં હતા. વસંતસેના ત્યાં ગયેલી અને પ્રભુનાં દર્શન કરી આવેલી.”
સમાચાર મળી ગયા કે ભગવાન મહાવીર ક્ષત્રિયકુંડ ગામમાં પધારેલા છે. નાગ સારથિ, સુલસા અને બત્રીસ પુત્રો સાથે રથોમાં આરૂઢ થયા અને ક્ષત્રિયકુંડ તરફ પ્રયાણ કર્યું.
દેવોએ સમવસરણની રચના કરી હતી. પ્રભુ મુનિ પરિવાર સાથે સમવસરણમાં બિરાજ્યા હતા. વીર પ્રભુને પધારેલા જાણી રાજા નંદિવર્ધન પરિવાર સાથે ધામધૂમથી વંદન કરવા આવ્યા. અમે જ્યારે ક્ષત્રિયકુંડ પહોંચ્યા ત્યારે ભગવંતની ધર્મદેશનાનો પ્રારંભ થયો હતો. અમે વંદન કરી યોગ્ય સ્થાને બેઠાં.
એ વખતે એક યુગલ સમવસરણમાં આવ્યું. યુવાન સુંદર હતો. રાજ કુમાર જેવો સોહામણો હતો. તેની સાથેની યુવતી જાણે પૃથ્વી પર અવતરેલી સાક્ષાત્ પાર્વતીની પ્રતિકૃતિ હતી. સર્વશ્રેષ્ઠ ચિત્રકૃતિ જ જોઈ લો! બંને પ્રભુના ઉપદેશ સાંભળવામાં લીન થઈ ગયાં.
સુલતા
પહ
For Private And Personal Use Only