________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને જે બનવાકાળ હોય છે તે બનીને જ રહે છે. માટે તમે સ્વસ્થ રહો. જે થાય તે જોયા કરો અથવા મને કહો તો હું મહારાજાને સાવધાન કરું.”
ના, ના, તમે એમને કોઈ વાત ન કરશો. તેઓ સમજી જશે કે આ વાત તમારી પાસે કેવી રીતે આવી?”
દ્વાર ઉપર બે ટકોરા પડ્યા. ચેલણાએ દ્વાર ખોલ્યું. હલ્લ-વિહલ્લના મહેલની દાસીએ પ્રણામ કર્યા અને અંદર આવી. એ હાંફી રહી હતી. કેમ શું છે? આટલી બધી વ્યાકુળ કેમ છો?'
મહારાણી, હલ્લ-વિહલ્લ સેચનક હાથી ઉપર બેસી, પોતાના પરિજનો સાથે રાજગૃહી છોડીને પોતાના મોસાળ વૈશાલી ચાલ્યા ગયા છે!'
ચેલણાએ સુલસા સામે જોઈને કહ્યું : “સાંભળ્યું ને? કોણિકે સેચનક હાથી લેવા ધમપછાડા કર્યા હશે. એટલે એ ભાઈઓ વૈશાલી મારા પિતાના આશ્રયે ચાલ્યા ગયા... અને મારા પિતા મહારાજા ચેટક એ બે કુમારોને જરૂર આશ્રય આપવાના. એટલે કોણિક હવે મહારાજા ચેટકને શત્રુ સમજવાનો! પાકું વેર બંધાયું.”
મહારાણી, આ પતનની શરૂઆત થઈ. આ પતન ક્યાં જઈને અટકશે - એ હું અને તમે જાણતા નથી. પ્રભુ વીર રાજગૃહીમાં નથી. તેઓ વિહાર કરી ગયા છે. એટલે હવે તો જે કંઈ અશુભ ઘટે, તેમાં સ્વસ્થ રહેવાનું છે. ભવિતવ્યતાને કોઈ મિથ્યા કરી શકે નહીં.”
દરવાજે ટકોરા પડ્યા. ચેલાએ દરવાજો ખોલ્યો. મહારાજા શ્રેણિક સ્વયં પધાર્યા હતા. સુલસાએ પ્રણામ કર્યા. શ્રેણિકે સામા પ્રણામ કર્યા. કુશળ પૃચ્છા કરી. નાગ સારથિના સ્વાથ્ય અંગે પૂછયું. સુલસાએ કહતું :
મહારાજા, હવે આપના દેહ પર વૃદ્ધત્વની છાયા દેખાય છે!' “સાચી વાત છે સુલસા...” “મહારાજા, હવે શત્રુઓથી સાવધાન રહેવું જોઈએ.'
મા કોઈ શત્રુ નથી. સર્વે જીવો મારા મિત્ર છે. સહુનું કલ્યાણ થાઓ. સહુ જીવો પ્રભુ વીરના માર્ગે ચાલો...એ જ ભાવના ભાવું છું.” સુલસાની આંખો હર્ષથી વિકસ્વર થઈ. તે ખંડમાંથી બહાર ચાલી ગઈ.
ક
૧૮૨
સુલાસા
For Private And Personal Use Only