________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વ્યથા-વાર્તા તમને કહી દેવી છે...જેથી મારું મન હળવું બને...'
‘કહો દેવી, ગભરાયા વિના કહો...’
‘તમે જાણો છો કે કોણિક મારા પેટમાં હતો ત્યારે મને બહુ ખરાબ દોહદ થતા હતા. ‘આ પુત્ર એના પિતાનો શત્રુ થશે,' એમ લાગવાથી મેં ગર્ભપાતના અનેક ઉપાયો કર્યા હતા છતાં ગર્ભપાત થયો ન હતો. એનો જન્મ થયા પછી મેં એ બાળકને દાસી દ્વારા ગુપ્ત રીતે ઉકરડામાં ફેંકાવી દીધો હતો. હું નહોતી ઇચ્છતી કે મારો પુત્ર એના પિતાનો દુશ્મન હોય. પરંતુ મહારાજાને ખબર પડી ગઈ કે રાજકુમારને મેં ઉકરડામાં ફેંકાવી દીધો છે અને તેઓ જાતે દોડતા એ ઉકરડા પાસે ગયા. બાળક રોતું હતું. એના હાથની એક આંગળી, ઉકરડામાં ફરતી કૂકડીએ ચીરી નાંખી હતી. તેમાંથી લોહી નીકળતું હતું. મહારાજાએ બાળકને ઉપાડી લીધું. એની ચિરાયેલી આંગળી પોતાના મોઢામાં લઈ એને ચૂસવા લાગ્યા. બાળક રોતું બંધ થયું. મહેલમાં આવીને મને ઠપકો આપ્યો. મેં મૌનપણે સાંભળી લીધો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે દેવી! મને ક્યારેય કોણિક વહાલો નથી લાગ્યો. ક્યારેય એના તરફ મારા હૃદયમાં વાત્સલ્ય નથી ઊછળ્યું. જોકે એ બુદ્ધિમાન છે, યશસ્વી છે, શૂરવીર છે... અમારી મર્યાદા પણ જાળવે છે. પરંતુ અભયકુમારની દીક્ષા પછી એનું વર્તન બદલાયેલું લાગે છે. હલ્લ-વિહલ્લને સર્ચનક હાથી મળ્યો, એ એની રાણીને નથી ગમ્યું. એ હાથી પાછો મેળવવા કોણિકને ઉશ્કેરે છે.
બીજી બાજુ, મહારાજા મૌન છે. એ કોઈ ઊંડા વિચારોમાં ખોવાયેલા રહે છે. કોણિક, કાળ-મહાકાળ વગેરે ભાઈઓની સાથે ગુપ્ત મંત્રણાઓ કરી રહ્યો છે. મને કોઈ અશુભના ભણકારા સંભળાય છે...'
મહારાજા કંઈ બોલતા નથી?’ સુલસાએ પૂછ્યું.
સુલસા
‘એમણે એકવાર કહેલું કે રાજ્ય કોણિકને સોંપીને, મારે તો પ્રભુ વીરની સેવા કરવી છે...’ પરંતુ આ વાત તેમણે કોણિકને નથી કરી. સંભવ છે કે કોણિકને રાજસિંહાસન પર બેસવાનો અભરખો જાગ્યો હોય...યુવાન છે...મહત્ત્વાકાંક્ષી છે અને પિતાનો દ્વેષી છે...એ શું ન કરે?
‘મહારાજાને સાવધાન કરવા જોઈએ...' સુલસા બોલી.
‘મહારાજાને કોણિક ઉપર પ્રેમ છે...કોણિક માટે જરાય ઘસાતું સાંભળવા તેઓ તૈયાર નથી. તેઓ નારાજ થઈ જાય છે...'
મહારાણી, રાજ્યમાં આવા કાવાદાવા અને છળકપટ થતાં જ રહે છે.
For Private And Personal Use Only
૧૮૧